કેવલમ સોસાયટીમાં બંધ ક્વાર્ટરમાંથી દારૂની 18 બોટલ ઝડપાઇ

08 December 2022 04:42 PM
Rajkot Crime
  • કેવલમ સોસાયટીમાં બંધ ક્વાર્ટરમાંથી દારૂની 18 બોટલ ઝડપાઇ

યુનિવર્સિટી પોલીસે રૂ।.7200 નો મુદ્દામાલ કબ્જે કરી નાસી છૂટેલા મકાનમાલિક અરબાઝની શોધખોળ આદરી

રાજકોટ.તા.8 : કેવલમ સોસાયટીમાં આવેલ આરએમસીના બંધ ક્વાર્ટરમાંથી પોલીસે વિદેશી દારૂની 18 બોટલ રૂ।.7200નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. દરોડાની વિગત અનુસાર, યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ બી.જે.ખેર, કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ વાઘેલા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે કેવલમ સોસાયટીમાં આવેલ આરએમસીના ક્વાર્ટરમાં દારૂનો જથ્થો ઉતર્યાની ચોક્કસ બાતમી મળતાં પોલીસે દરોડો પાડી બંધ પડેલ ક્વાર્ટરમાં તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડની વિદેશીદારૂની 18 બોટલ મળી આવતાં રૂ।.7200 નો મુદ્દામાલ કબ્જે કરી દરોડાની ગંધ આવી જતાં દારૂનો જથ્થો ઉતારનાર અરબાઝ પઠાણ (રહે. રાજકોટ) ની શોધખોળ આદરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement