રાજકોટ, તા.8 : શહેરના રહેવાસી પ્રવિણાબેન કિરીટભાઈ ભાનુશાળી રાજકોટની બેંક ઓફ ઈન્ડીયામાં પોતાનું એકાઉન્ટ ધરાવતા હોય, બેંક મારફત રીલાયન્સ જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી પ્રિમીયની રકમ ચુકવી સ્વાસ્થ વિમા પોલીસી લેવામાં આવેલ અને તે પોલીસીમાં પ્રવિણાબેન તથા તેમના પતિનું રૂ.1 લાખ સુધીનું રીસ્ક કવર કરવામાં આવેલ હતું.
આ દરમ્યાન પ્રવિણાબેનના પતિ કિરીટભાઈને આંખમાં જાખપ આવેલ જેથી હોસ્પિટલમાં દાખલ થઈ માઈનોર સર્જરી કરાવેલ. સારવાર ખર્ચ મેળવવા વીમા કંપની સમક્ષ ક્લેઇમ કરેલ જે રિજેક્ટ કરાતા પ્રવિણાબેને ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરીયાદ દાખલ કરી હતી. કેસ ચાલતા ફરિયાદીના વકીલની દલીલો ધ્યાને લઈ ગ્રાહક કમિશને ઠરાવેલ કે,
વીમા કંપનીએ આગળની સારવારનો ઉલ્લેખ કરી પોસ્ટ હોસ્પિટલાઈઝેશન ખર્ચ મળવાપાત્ર નથી તેવુ પોલીસીની ટર્મ્સ અને કન્ડિશનનું ખોટુ અર્થઘટન કરી ફરીયાદીનો કલેઈમ નામંજૂર કરેલ છે તે સ્પષ્ટ થાય છે જે સેવામાં ખામી દાખવેલ હોય ફરીયાદીને કલેઈમની રકમ ચકવવા જવાબદાર છે. આ કેસમાં ફરિયાદી વતી રાજકોટના એડવોકેટ સરફરાઝખાન પઠાન રોકાયેલા હતા.