ગરાસિયા યુવાનની હત્યાના પ્રયાસમાં 24 કલાક વીતી ગયા છતાં દેવાયત પોલીસથી દુર!

08 December 2022 04:47 PM
Rajkot Crime
  • ગરાસિયા યુવાનની હત્યાના પ્રયાસમાં 24 કલાક વીતી ગયા છતાં દેવાયત પોલીસથી દુર!
  • ગરાસિયા યુવાનની હત્યાના પ્રયાસમાં 24 કલાક વીતી ગયા છતાં દેવાયત પોલીસથી દુર!
  • ગરાસિયા યુવાનની હત્યાના પ્રયાસમાં 24 કલાક વીતી ગયા છતાં દેવાયત પોલીસથી દુર!
  • ગરાસિયા યુવાનની હત્યાના પ્રયાસમાં 24 કલાક વીતી ગયા છતાં દેવાયત પોલીસથી દુર!

► ગઈકાલે બપોરે ગરાસિયા યુવાન પોતાના ઘેર જવા માટે નીકળ્યો કે રસ્તા પર જ આંતરી દેવાયત ખવડ અને એક અજાણ્યો શખ્સ પાઈપથી તૂટી પડ્યા

રાજકોટ, તા.8 : લોકસાહિત્યકાર દેવાયત ખવડ હવે જાણે કે માથાકૂટ કરવા ઉતરી આવ્યા હોય તેવી રીતે ગઈકાલે બપોરના રાજકોટના સર્વેશ્વર ચોક પાસે ગરાસિયા યુવાનને લોખંડના પાઈપથી બેફામ માર મારતાં યુવાનના હાથ-પગ ભાંગી ગયા છે.આ પછી પોલીસે દેવાયત ખવડ અને તેની સાથે રહેલા એક અજાણ્યા હુમલાખોર અને દેવાયત સાથે કાર ચલાવીને આવનાર ડ્રાયવર સહિત ત્રણ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ત્રણેયની શોધખોળ શરૂ કરી છે.આ સમગ્ર બનાવને લઈ 24 કલાક વીતી ગયા છતાં પોલીસ સાથે ધરોબો રાખનાર દેવાયતને પકડવા પોલીસ પણ કુણી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.

► યુવાનના મામાના ઘર પાસે જ દેવાયત ખવડનું ઘર હોય ત્યાં પાર્કિંગ બાબતે વર્ષોથી ચાલ્યો આવતો ડખ્ખો કારણભૂત:દેવાયત સહિત ત્રણેય સામે હત્યાના પ્રયાસનો ગુન્હો

પોલીસની ટીમે માત્ર રહેઠાણ સ્થળે દરોડા પાડી સંતોષ માની લીધો છે. એ-ડિવિઝન પોલીસ મથકમાં મયુરસિંહે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેેઓ કાલાવડ રોડ પર આવેલી વિષ્ણુ વિહાર સોસાયટી શેરી નં.9માં રહેતા અને પ્રેસનું કામકાજ કરતાં મયુરસિંહ સંપતસિંહ રાણા (ઉ.વ.30)ગઈકાલે બપોરે યાજ્ઞિક રોડ પર આવેલી પોતાની ઑફિસનું કામકાજ પતાવી દોઢેક વાગ્યાના અરસામાં ઘેર જવા માટે સર્વેશ્વર ચોકમાં પડેલી પોતાની ગાડી પાસે પહોંચ્યો કે અચાનક જ નંબર પ્લેટ વગરની સ્વિફટ કાર તેની પાસે ધસી આવી હતી. ત્યારબાદ મયુરસિંહ કંઈ સમજે-વિચારે તે પહેલાં જ કારમાંથી દેવાયત ખવડ અને એક અજાણ્યો માણસ લોખંડના પાઈપ સાથે મયુરસિંહ પર તૂટી પડ્યા હતા.આ બન્નેએ પાઈપ વડે પગ ઉપર હુમલો કરીને મયુરસિંહને જમીન પર પછાડી દીધો હતો

► પોલીસે ટીમો બનાવી દેવાયત અને બીજા બે શખ્સોના ઘરે દરોડા પાડ્યા પરંતુ કોઈ ન મળ્યું:પોલીસ સાથે ઘરોબો રાખનાર દેવાયતને પકડી કાયદાનું ભાન કરાવાશે?

અને ત્યારબાદ પણ હુમલા કરવાનું યથાવત રાખ્યું હતું. ત્યારબાદ બચવા માટે મયુરસિંહે હાથ આડો નાખતા તેના ઉપર પ્રહાર થવાથી હાથ પણ ભાંગી ગયા હતા. મરણતોલ માર માર્યા બાદ દેવાયત ખવડ અને તેની સાથે રહેલો એક શખ્સ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.બંને શખ્સોએ અંદાજીત 25 જેટલા પાઇપના ઘા ઝીંક્યા હતા. મયુરસિંહ રાણાએ જણાવ્યું હતું કે,દેવાયત ખવડ વિરુદ્ધ મને જાનથી મારી નાખવાની ધમકી બાબતે મેં અરજી કરી હતી પરંતુ તેમાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી થઈ નહોતી.આ બનાવ બનવાનું મુખ્ય કારણ મારા મામા રાજકોટ રવિરત્ન પાર્ક-55-અ ખાતે દેવાયત ખવડની બાજુમાં રહેતાં હોય અને પાર્કિંગ બાબતે એકાદ વર્ષ પહેલાં દેવાયત ખવડ સાથે મારે બોલાચાલી થઈ હતી.

► શહેરના હાર્દસમા ડો. યાજ્ઞિક રોડ-સર્વેશ્વર ચોકમાં આ પ્રકારનો ગંભીર ગુનો બનતા લોકોમાં ભયનો માહોલ : લોકસાહિત્યકારની લુખ્ખાગીરીથી ચાહકોમાં આક્રોશ-નારાજગી : પોલીસની ઢીલી કામગીરી અંગે અનેક સવાલ

ત્યારથી તેણે મારી ઉપર ખાર રાખ્યો હતો અને છાશવારે મારી નાખવાની ધમકી આપતો હતો.એટલું જ નહીં તેમણે રિવોલ્વર બતાવી ભડાકા કરવાની ધમકી પણ આપી ત્યારબાદ સમાજની બેઠક બાદ સમાધાન થઈ ગયું હતું.તેમ છતાં ખાર રાખી હુમલો કર્યો હતો. એ-ડિવિઝન પોલીસે મયુરસિંહ રાણાની ફરિયાદ બાદ દેવાયત ખવડ, તેની સાથે રહેલો અજાણ્યો હુમલાખોર અને સ્વિફ્ટ કાર લઈને આવેલા ડ્રાયવર સામે હત્યાની પ્રયાસનો ગુનો નોંધી ત્રણેયની શોધખોળ શરૂ કરી છે. બનાવ બન્યા બાદ પોલીસે દેવાયત ખવડના ઘર-ઑફિસ સહિતના સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા પરંતુ તે હાથ લાગ્યો નહોતો.આમ દેવાયત પોલીસ સાથે ધરોબો ધરાવતો હોય પોલીસ દેવાયતને છાવરી રહી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

રેકી કર્યા બાદ દેવાયતે મયુરસિંહનો પીછો કર્યો અને ગુન્હાને અંજામ આપ્યો હોવાની શંકા
મયુરસિંહ રાણાએ દેવાયત ખવડ વિરુદ્ધ અગાઉ પોલીસમાં અરજી કરી હતી તેનો ખાર રાખી દેવાયત તેનો ઈરાદો પાર પાડવા માટે બે શખ્સોને સાથે રાખી નંબર પ્લેટ વગરની કારમાં આવ્યો હતો.બાદમાં મયુરસિંહ રાણાનો પીછો કરી ધોકા વડે ખૂની હુમલો કર્યો હતો.આ સમગ્ર ઘટનામાં દેવાયત અને તેના સાગરીતો પહેલેથી જ મયુરસિંહની રેકી કરી રહ્યા હોવાની શંકા સેવાઈ રહી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement