રાજકોટ,તા. 8 : ગુજરાતમાં કોંગ્રેસ પક્ષે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરતા સમયે રાજસ્થાન સ્ટાઇલથી અમદાવાદમાં કોંગ્રેસના વડા મથક રાજીવ ગાંધી ભવન ખાતે ડીજીટલ ક્લોક મુકી હતી અને તેમાં આજના પરિણામના દિવસ સાથે સત્તામાં ભાજપની છેલ્લી ઘડીઓ તેવું સ્લોગન પણ મુક્યુ હતું પરંતુ આજ જે રીતે કોંગ્રેસનો પરાજય થયો તેના પછી હવે ઉશ્કેરાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ ડીજીટલ ઘડીયાળને તોડી પાડી હતી.