મધ્ય અને ઉત્તર ગુજરાતની 93 બેઠકોમાંથી 78 બેઠકો પર ભાજપનો કબ્જો : ‘આપ’નું ખાતુ પણ ન ખુલ્યું

08 December 2022 05:46 PM
Rajkot Elections 2022 Gujarat Politics
  • મધ્ય અને ઉત્તર ગુજરાતની 93 બેઠકોમાંથી 78 બેઠકો પર ભાજપનો કબ્જો : ‘આપ’નું ખાતુ પણ ન ખુલ્યું

► આ તમામ બેઠકો બીજા તબકકાના મતદાનમાં સામેલ હતી : કોંગ્રેસને માત્ર 12 બેઠકો મળી : આદિવાસી ભાગોમાં પણ કોંગ્રેસનો જનાધાર ઘટયો

રાજકોટ, તા. 8
વિધાનસભા ચૂંટણીના બીજા તબકકામાં યોજાયેલા 93 બેઠકોના મતદાનમાંથી 78 બેઠકો કબ્જે કરીને ભાજપે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સર્વોપરીતા સાબિત કરી દીધી છે. હરીફ પક્ષોને 93માંથી માત્ર 15 બેઠકો જ મળી હતી. ગુજરાતમાં બે તબકકે વિધાનસભા ચૂંટણી થઇ હતી. મધ્ય અને ઉત્તર ગુજરાતની 93 બેઠકોનો વારો બીજા તબકકામાં હતો.

મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા સહિતના જિલ્લાઓની 61 બેઠકોનો સમાવેશ થતો હતો. આ 61માંથી 55 બેઠકો પર ભાજપે વિજય વાવટો ફરકાવ્યો છે. જયારે કોંગ્રેસને ફાળે માત્ર પાંચ બેઠકો આવી હતી અને એક બેઠક પર અપક્ષની જીત થઇ હતી.

ઉત્તર ગુજરાતને વાગે વળગે છે ત્યાં સુધી 32 બેઠકો સામેલ છે. 32માંથી 23 બેઠકોમાં ભાજપે જીત મેળવી હતી જયારે કોંગ્રેસને 7 અને અપક્ષ બે બેઠકો પર જીત્યા હતા. મહત્વની બાબત એ છે કે મધ્ય અને ઉત્તર ગુજરાતની આ 93 બેઠકોમાં આમ આદમી પાર્ટી ખાતુ પણ ખોલાવી શકી નથી. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક પણ બેઠક જીતી શકી ન હતી.

કોંગ્રેસ કઈ કઈ બેઠક ઉપર વિજેતા-આગળ
(1) પોરબંદર (અર્જુન મોઢવાડિયા), (2) વડગામ (જીજ્ઞેશ મેવાણી), (3) વાવ (ગેનીબેન ઠાકોર), (4) વિજાપુર (સી.જે.ચાવડા), (5) ઈમરાન ખેડાવાલા (જમાલપુર-ખાડિયા), (6) અરવિંદ લાડાણી (માણાવદર), (7) ડૉ.તુષાર ચૌધરી (ખેડબ્રહ્મા), (8) અમિત ચાવડા (આંકલાવ), (9) ચિરાગ પટેલ (ખંભાત), (10) ગુલાબસિંહ ચૌહાણ (લુણાવાડા), (11) અક્ષય પટેલ (વાંસદા), (12) અમૃતજી મોટાજી ઠાકોર (કાંકરેજ), (13) કિરીટ પટેલ (પાટણ), (14) કાંતિ ખરાડી (દાંતા), (15) શૈલેષ પરમાર (દાણીલીમડા), (16) વિમલ ચુડાસમા (સોમનાથ)

AAP ના ટોપ 5 ઉમેદવાર ગાજ્યા એટલું વરસ્યા નહિ
► આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા કતારગામ માં 64627 મતે હાર્યા
► મહામંત્રી મનોજ સોરઠીયા કારંજ બેઠક પર 35000 મતે હાર્યા
► વરાછા બેઠક પર PAAS ના અલ્પેશ કથીરિયા 17000 મતે હાર્યા
► કામરેજ બેઠક પર રામ ધડુક 75000 મતે હાર્યા
► ખંભાળિયા બેઠક પર મુખ્યમંત્રીનો ચેહરો બનેલા ઈસુદાન ગઢવી 17000 મતે હાર્યા

ભુપેન્દ્રભાઈ પટેલ સરકારના 1 છોડીને તમામ મંત્રી જીત્યા
કાંકરેજમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલા હાર્યા : ટિકિટ મળી હોય એવા 20 માંથી 19 મંત્રી જીત્યા : જીતુ વાઘાણી, પૂર્નેશ મોદી, રાઘવભાઈ પટેલ, હર્ષ સંઘવી, કિરીટસિંહ રાણા, વિનુભાઈ મોરડીયા સહીત તમામ મોટી માર્જિનથી જીત્યા

કોંગ્રેસના અભેદ કિલ્લો ધ્વંશ
♦ 47 વર્ષમાં પહેલીવાર મહુધામાં કોંગ્રેસ હાર્યુ : 55 વર્ષમાં પ્રથમવાર બોરસદમાં પણ કોંગ્રેસનો પરાજય
♦ ભુપેન્દ્ર પટેલ સરકારના એક સિવાયના તમામ મંત્રીઓ જીત્યા
♦ કાંકરેજમાં રાજય કક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા હાર્યા : અન્ય તમામ 19 મંત્રીઓ જીત્યા
♦ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો જીતનો નવો રેકોર્ડ
♦ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઘાટલોડીયા બેઠક પર 1,92,263 મતે વિજય મેળવ્યો
♦ કોંગે્રેસના ઉમેદવાર અમીબેન યાજ્ઞિકને ફકત 21267 મત મળ્યા
♦ ઝઘડીયા સીટ પર 7 વખત જીતતા બીટીપીના વડા છોટુભાઇ વસાવા, ભાજપના રીતેષ વસાવા સામે રર હજાર મતે હાર્યા
♦ વિમલ ચુડાસમાએ છેલ્લી ઘડીએ જીત્યા
♦ કોંગ્રેસના વિમલ ચુડાસમા સોમનાથની બેઠક પર અંતિમ ઘડીએ ભાજપના માનસીંગ પરમાર સામે 1301 મતે જીત્યા
♦ આપના જગમાલ વાળા ત્રીજા નંબરે આવ્યા
♦ ભાજપના વાવાઝોડા સામે અડીખમ
♦ બાયડની બેઠક પર અપક્ષ ધવલસિંહ ઝાલા અને વાઘોડીયા બેઠક પર અપક્ષ ધર્મેન્દ્ર વાઘેલા ધાનેરાની બેઠક પર માવજીભાઇ દેસાઇ જીત્યા ત્રણેય ભાજપમાંથી બળવો કરી અપક્ષ લડયા હતા
♦ આપના ઉમેદવારોનો કારમો પરાજય
♦ ગોપાલ ઇટાલીયા કરતા ગામમાં 64627 મતે હાર્યા, મહામંત્રી મનોજ સોરઠીયા કારેજ બેઠક પર 3પ હજાર મતે હાર્યા, વરાછા બેઠક પર પાસના કન્વીનર અલ્પેશ કથીરીયા 17 હજાર મતે હાર્યા, કામરેજ બેઠક પર રામ ધડુક 75 હજાર મતે હાર્યા, ખંભાળીયા બેઠક પર ઇશુદાન ગઢવી 17 હજાર મતે હાર્યા


Related News

Advertisement
Advertisement
Advertisement