કોંગ્રેસના ઉમેદવારનો આપઘાતનો પ્રયાસ:ગાંધીધામ બેઠકમાં EVM નું સીલ ખૂલેલું જોતાં ભરત સોલંકીનો હોબાળો, પટ્ટા વડે ગળે ટૂંપો ખાવાનો પ્રયાસ કર્યો

08 December 2022 05:48 PM
kutch Elections 2022 Gujarat
  • કોંગ્રેસના ઉમેદવારનો આપઘાતનો પ્રયાસ:ગાંધીધામ બેઠકમાં EVM નું સીલ ખૂલેલું જોતાં ભરત સોલંકીનો હોબાળો, પટ્ટા વડે ગળે ટૂંપો ખાવાનો પ્રયાસ કર્યો

કચ્છ : વિધાનસભાની 6 બેઠક ધરાવતા કચ્છ જિલ્લાની ગાંધીધામ બેઠકના ઉમેદવાર ભરત સોલંકી દ્વારા આજે ભુજ ખાતે ચાલી રહેલી મતગણતરી દરમિયાન તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે નારાજગી દર્શાવી કેન્દ્રની અંદર ધરણાં શરૂ કરી દીધા છે. ઘટનાનું કારણ રાઉન્ડ 5 દરમિયાન એક ઇવીએમ મશીનનું શીલ તૂટેલી હાલતમાં જોવા મળતા ઉમેદવારે વાંધો જાહેર કર્યો છે.

એટલું જ નહીં ઇવીએમ સાથે ચેડાં થયા હોવાના ગંભીર આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ નોંધાવી પટ્ટા વડે ગળે ટૂંપો ખાવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે ઘટનાના પગલે બંદોબસ્તમાં રહેલી પોલીસે તેમને અટકાવ્યા હતા, તો વહીવટી તંત્રના અધિકારીઓએ ઉમેદવાર ભરતભાઈને સમજાવટના પ્રયાસો શરૂ કર્યા છે.

કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી હાલ માત્ર 469 મતથી આગળ ચલી રહ્યા છે. છેલ્લે આવેલી માહિતી મુજબ ભાજપને 3217 અને કોંગેસને 2748 મત મળેલા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement