રાજકોટ, તા. 8
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. 157 જેટલી સીટો પર ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે. ત્યારે કચ્છમાં પણ કેસરીયો લહેરાયો છે. કચ્છની છએ છ બેઠક પર ભાજપના ઉમેદવારોનો મોટા માર્જીનથી વિજય થયો છે.
જેમાં અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા 9400થી વધુ મતથી જીત્યા છે, અંજાર બેઠક પરથી ત્રિકમ છાંગા 37 હજારથી વધુ મતના માર્જીનથી જીત મેળવી છે, ભુજ બેઠક પર કેશુભાઇ પટેલ 59 હજાર જેટલા મતોથી વિજેતા ઘોષીત થયા છે, ગાંધીધામ બેઠક પરથી માલતી કિશોર મહેશ્વરીને 37 હજારથી વધુ મતની લીડ મળી છે,
માંડવી બેઠક પરથી અનિરૂધ્ધ દવે 48297 મતોથી જીત્યા છે. રાપર બેઠક પર વિરેન્દ્રસિંહ જાડેજા 500 જેટલા મતોથી વિજેતા થયા છે.