ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ વખત રાજકીય પક્ષોમાંથી ટીકીટ નહીં મળવાના કારણે બળવાખોર બનેલા ઉમેદવારોની ચર્ચા હતી. પરંતુ ભાજપના હાઈપ્રોફાઈલ બળવાખોર મધુ શ્રીવાસ્તવ સહિતના તમામ 14 બળવાખોરોનો પરાજય થયો છે અને જેઓ થોડા ગંભીર રીતે ચૂંટણી લડી રહ્યા હતા તેમાં વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવનો પરાજય અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જ નિશ્ચિત કરી લીધો હતો.
2017માં વાઘેલા 10,000 મતે હાર્યા હતા અને તેઓએ તેમને કોંગ્રેસે ટીકીટ ન આપતા અપક્ષ ઉભા રહ્યા હતા અને જીતી ગયા છે તો ધાનેરા બેઠક પર ભાજપના નેતા માવજી દેસાઈએ પક્ષની ટીકીટ ન મળતા અપક્ષ તરીકે ચૂંટણી લડી છે અને જીતી છે.
પરંતુ ભાજપમાં ટીકીટ ન મળતા બાયડની બેઠક પર ધવલસિંહ ઝાલા, સાવલીની બેઠક પર કુલદીપસિંહ રાઉલ, કેશોદની બેઠક પર અરવિંદ લાડાણી અને પાદરાની બેઠક પર દિનુમામા ચૂંટણી લડતા હતા પરંતુ તેઓ પરાજીત થયા છે.