ગીરસોમનાથ જિલ્લાની ત્રણ બેઠકો ભાજપે કબ્જે કરી

08 December 2022 06:29 PM
Veraval Elections 2022
  • ગીરસોમનાથ જિલ્લાની ત્રણ બેઠકો ભાજપે કબ્જે કરી

સોમનાથ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર નજીવા મતે વિજેતા

(રાજેશ ઠકરાર) વેરાવળ,તા.8 : ગીરસોમનાથ જિલ્લાની ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકો હાંસલ કરવામાં ભાજપને સફળતા મળી છે. એક બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. ગીરસોમનાથ, જિલ્લામાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ચારેય બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થયા હતાં. અને ભાજપને કારમી હાર સહન કરવી પડી હતી.

આ વર્ષે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ત્રણ બેઠકો કબ્જે કરી છે.વેરાવળ એન.જે.સોનેચા ઈન્સ્ટિયુટ બિલ્ડીંગ ખાતે આજે સવારે ચાર બેઠકોની મતગણતરી શરૂ થઈ હતી જેમાં પરિણામે જાહેર થતા ઉના બેઠકમાં ભાજપના ઉમેદવાર કાળુભાઈ રાઠોડ 43341 મતની લીડથી વિજેતા, કોડીનાર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનભાઈ વાજા 18766 મતની લીડથી વિજેતા જાહેર થયેલ છે. તાલાલા બેઠકના ભાજપ ઉમેદવાર ભગવાનભાઈ બારોટ જીત તરફ આગળ વધી રહ્યા છે. જયારે સોમનાથ બેઠકમાં વર્તમાન કોંગ્રેસના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા નજીવા મતોથી વિજેતા જાહેર થયેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement