ગોંડલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ગીતાબા જયરાજસિંહ જાડેજાનો 43 હજારથી વધુ મતની લીડ સાથે વિજય થતા સૌ પહેલા ગોંડલ આશાપુરા માતાજીના મંદિર અને સુપ્રસિધ્ધ અક્ષર મંદિર ખાતે શીશ ઝુકાવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના સમર્થકોએ ઉમટીને અભિવાદન કર્યુ હતું. ત્યારબાદ અક્ષર મંદિર ખાતેથી ભવ્ય વિજય સરઘસ નીકળતા ઠેર ઠેર પુષ્પવર્ષાથી ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાને વધાવવામાં આવ્યા હતા. (તસ્વીર : પિન્ટુ ભોજાણી-ગોંડલ)