રાજકોટ 68ના ભાજપના વિજેતા ઉમેદવાર ઉદયભાઈ કાનગડનું આજે બપોરે જાજરમાન વિજય સરઘસ નીકળ્યુ હતું. પૂર્વની બેઠક પર ઉદયભાઈનો વટભેર વિજય થતા તેમના વિશાળ ટેકેદાર વર્ગ, ભાજપની ટીમ, કાર્યકરોએ ઉત્સાહમાં આવીને આતશબાજી કરી હતી. તે બાદ રાજમાર્ગો પરથી વિજય સરઘસ નીકળતા કાર્યકરો અને મતદારોએ ફુલોનો વરસાદ ર્ક્યો હતો અને આતશબાજી પણ ક2ી હતી જે તસ્વીરમાં જોવા મળે છે.