ભાજપનું નેતૃત્વ અને કાર્યકરોના પરિશ્રમનું આ પરિણામ છે: કાનગડ

08 December 2022 06:41 PM
Rajkot Elections 2022
  • ભાજપનું નેતૃત્વ અને કાર્યકરોના પરિશ્રમનું આ પરિણામ છે: કાનગડ

રાજકોટ-68ના ભાજપના વિજેતા ઉમેદવારની પ્રતિક્રિયા : આ પરિણામ 2024ની લોકસભાની ચૂંટણીનું ટ્રેલર છે: ઉદય કાનગડ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીતના પગલે રાજકોટ-68ના ભાજપના વિજેતા ઉમેદવાર ઉદય કાનગડે જણાવ્યું હતું કે ભાજપના નેતૃત્વમં નેતાઓ, કાર્યકર્તાઓએ જે પરિશ્રમ કર્યો તે લોકોમાં ગયો જેના કારણે આ વિજય મળ્યો છે. ઉદય કાનગડે પ્રતિક્રિયા આપતા વધુમાં જણાવ્યું હતું કે કાસ કરીને ગુજરાતમાં અને રાજકોટમાં ભાજપનું નેતૃત્વ, વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ પાટીલ અને કાર્યકરોએ જે પરિશ્રમ કર્યો તે લોકોમાં ગયો હતો, જેના કારણે આ વિજય થયો. ઉદય કાનગડે વધુમાં જણાવ્યું હતું કે આજે ભાજપને ભૂતો ન ભવિષ્યતી જીત મળી છે તેના માટે રાજકોટના જુના નવા બધા મતદારોને વંદન. લોકોએ ભાજપને મત આપીને મોદીના હાથ મજબૂત કર્યા છે. ઉદય કાનગડે જણાવ્યું હતું કે આ ચૂંટણી પરિણામ આગામી 2024ની લોકસભાની ચૂંટણીનું ટ્રેલર છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ આ જ રીતે ભાજપનો વિજય થશે. મતદારો, કાર્યકરોએ ભાજપમાં વિશ્ર્વાસ મુકયો છે તેમનો આભાર માનું છું.


Related News

Advertisement
Advertisement
Advertisement