ભાજપના કાર્યકરોની મહેનતના ફળ મળ્યા : કમલમમાં ઉજવણી

08 December 2022 06:43 PM
Rajkot Elections 2022
  • ભાજપના કાર્યકરોની મહેનતના ફળ મળ્યા : કમલમમાં ઉજવણી

પક્ષના લકકી પ્રમુખ કમલેશ મીરાણીએ લોકસભા, બે વિધાનસભા, કોર્પોરેશન જીતાડવાનો રેકોર્ડ પણ બનાવ્યો : આતશબાજી અને મોં મીઠા કરીને વિજય ઉજવતા આગેવાનો : કાર્યાલયમાં ચૂંટણી પરિણામો ફાઇનલ મેચની જેમ ઉત્સાહથી નિહાળતા આગેવાનો

રાજકોટ, તા. 8 : રાજકોટ વિધાનસભાની ચારે ચાર બેઠક પર ભાજપના થયેલા ભવ્ય વિજય બદલ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ ગૌરવ અનુભવીને કાર્યકરોની મહેનતને જશ આપ્યો છે. સાથે જ ચારે ચાર નવા ધારાસભ્યને અભિનંદન પણ પાઠવ્યા છે. રાજકોટ-69માં ભાજપને આટલા વર્ષોની અને પૂરા સૌરાષ્ટ્રની સૌથી મોટી લીડ મળી છે.

જે બેઠકના ઇન્ચાર્જ ખુદ પ્રમુખ હતા. કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે લોકોને કમળ પર પૂરો વિશ્વાસ છે. ચારે ચાર મતક્ષેત્રમાં જે લીડ મળી તેના પરથી આ વાત સાબિત થઇ છે. કાર્યકરોની ટીમે મહેનત કરવામાં કોઇ કચાશ રાખી ન હતી. સમગ્ર નેતાગીરી અને કાર્યકરોના સંકલને ભાજપને આ વિજય અપાવ્યો છે. ઉલ્લેખનીય છે કે કમલેશ મીરાણીના પ્રમુખ પદના કાર્યકાળમાં ભાજપ લોકસભા, ધારાસભા તે બાદ પોણા બે વર્ષ પૂર્વે મ્યુનિ. કોર્પોરેશન અને આ વખતે 2022માં પણ ધારાસભાની ચૂંટણી વટભેર જીતી છે. દરમ્યાન લોકોએ ભાજપમાં વિશ્વાસ મુકીને વિકાસને મત આપ્યાનું પ્રમુખે જણાવ્યું હતું

અને શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે આતશબાજી, અરસપરસ મોં મીઠા કરી વિજયોત્સવ મનાવ્યો હતો. કમલમમાં વિશાળ એલઇડી સ્ક્રીન પર અગ્રણીઓ અને કાર્યકરોએ પરિણામોનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. સાથે જ પ્રમુખ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના આગેવાનોએ નયે તો સિર્ફ ઝાંકી હૈ, લોકસભા અભી બાકી હૈથનું સુત્ર પણ લલકાર્યુ હતું. આ તકે પ્રદેશ ઉપપ્રમુખ ડો.ભરત બોઘરા, બીનાબેન આચાર્ય, ગોવિંદભાઇ પટેલ, ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, કશ્યપ શુકલ, રક્ષાબેન બોળીયા, જીતુ મહેતા, કાશમીરાબેન નથવાણી, અનિલ પારેખ, હરેશ જોષી વગેરે હાજર રહ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement