નવા વર્ષે ટીમ ઈન્ડિયા શ્રીલંકા-ન્યુઝીલેન્ડ-ઑસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ટકરાશે

09 December 2022 10:50 AM
India Sports World
  • નવા વર્ષે ટીમ ઈન્ડિયા શ્રીલંકા-ન્યુઝીલેન્ડ-ઑસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ટકરાશે

◙ શ્રીલંકા સામે ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે, ન્યુઝીલેન્ડ સામે ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે, ઑસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ અને ત્રણ વન-ડે મેચની શ્રેણીનો કાર્યક્રમ જાહેર

◙ ભારત-શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણીનો ત્રીજો અને અંતિમ મુકાબલો 7 જાન્યુઆરીએ રમાશે રાજકોટમાં: ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે એક ટેસ્ટ અને ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે એક ટી-20 મેચની યજમાની અમદાવાદને

નવીદિલ્હી, તા.9
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગલા ત્રણ મહિના માટે ટીમ ઈન્ડિયાના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવી ટીમ સામે ટકરાશે. પહેલાં ટીમ ઈન્ડિયા શ્રીલંકા વિરુદ્ધ ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મેચ રમશે જેનો એક ટી-20 મુકાબલો રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ઉપર 7 જાન્યુઆરીએ રમાશે. આ પછી ન્યુઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે.

ન્યુઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસ દરમિયાન ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચની શ્રેણી રમશે જેની શરૂઆત 18 જાન્યુઆરીથી થશે. આ શ્રેણી 1 ફેબ્રુઆરી સુધી ચાલશે. 9 ફેબ્રુઆરીથી ઑસ્ટ્રેલિયાની ટીમ ભારત પ્રવાસે આવશે જે દરમિયાન ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાશે.

ભારતીય ટીમ બાંગ્લાદેશ બાદ શ્રીલંકા વિરુદ્ધ શ્રેણી રમશે જેનો પ્રારંભ 3 જાન્યુઆરીથી થશે અને 15 જાન્યુઆરી સુધી ચાલશે. આ પછી 18 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચ રમાશે. ન્યુઝીલેન્ડ શ્રેણી બાદ ટીમ ઈન્ડિયા ટેસ્ટ મોડમાં આવી જશે. આ દરમિયાન બન્ને ટીમો વચ્ચે અત્યંત પ્રતિષ્ઠિત એવી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ચાર ટેસ્ટ મેચની શ્રષણી રમાશે. આ શ્રેણી 13 ફેબ્રુઆરીથી 13 માર્ચ વચ્ચે રમાશે. આ પછી 17 માર્ચથી બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણી રમાશે.

ભારત-શ્રીલંકા શ્રેણી

મેચ  તારીખ  ગ્રાઉન્ડ
પહેલી ટી-20  3 જાન્યુઆરી  મુંબઈ
બીજી ટી-20  5 જાન્યુઆરી  પૂના
ત્રીજી ટી-20  7 જાન્યુઆરી  રાજકોટ
પહેલી વન-ડે  10 જાન્યુઆરી  ગૌહાટી
બીજી વન-ડે  12 જાન્યુઆરી  કોલકત્તા
ત્રીજી વન-ડે  15 જાન્યુઆરી  ત્રિવેન્દ્રમ


ભારત-ન્યુઝીલેન્ડ શ્રેણી

મેચ  તારીખ  ગ્રાઉન્ડ
પહેલી વન-ડે  18 જાન્યુઆરી  હૈદરાબાદ
બીજી વન-ડે  21 જાન્યુઆરી  રાયપુર
ત્રીજી વન-ડે  24 જાન્યુઆરી  ઈન્દોર
પહેલી ટી-20  27 જાન્યુઆરી  રાંચી
બીજી ટી-20  29 જાન્યુઆરી  લખનૌ
ત્રીજી ટી-20  1 ફેબ્રુઆરી  અમદાવાદ

ભારત-ઑસ્ટ્રેલિયા શ્રેણી

મેચ  તારીખ  ગ્રાઉન્ડ
પહેલી ટેસ્ટ  9-13 ફેબ્રુઆરી  નાગપુર
બીજી ટેસ્ટ  17-21 ફેબ્રુઆરી  દિલ્હી
ત્રીજી ટેસ્ટ  1-5 માર્ચ  ધર્મશાલા
ચોથી ટેસ્ટ  9-13 માર્ચ  અમદાવાદ
પહેલી વન-ડે  17 માર્ચ  મુંબઈ
બીજી વન-ડે  19 માર્ચ  વાયઝેગ
ત્રીજી વન-ડે  22 માર્ચ  ચેન્નાઈ

Related News

Advertisement
Advertisement
Advertisement