રાજકોટ, તા. 9 : મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના ભોગ લેવાયા હતા. ખુદ વડાપ્રધાન મોરબી આવ્યા હતા અને હજુ સુધી કોઇ નકકર પગલા લેવાયા નથી ત્યારે હવે ચૂંટણી પૂરી થઇ જતા આવતા સપ્તાહે કડક પગલાના કડાકા ભડાકા થાય તેવું લાગી રહ્યું છે. રવિવારે નવી સરકાર પદ ગ્રહણ કરી લે તે બાદ પાલિકા સુપરસીડ થાય અને મુખ્ય આરોપીઓ સકંજામાં લેવામાં આવે તેવી શકયતા વ્યકત થઇ છે.
મોરબીની આ કરૂણ પુલ
દુર્ઘટનાના પડઘા પૂરા દેશમાં પડયા હતા. વિદેશમાં પણ આ ઘટના ચર્ચાસ્પદ બની હતી. આ બનાવ સમયે ગુજરાત રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મોરબી આવ્યા હતા અને દુર્ઘટના સ્થળ તથા હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. આ ઘટનામાં જવાબદાર કોઇને છોડવામાં નહીં આવે તેવું જાહેર કર્યુ હતું. પરંતુ નકકર પગલા લેવાતા ન હોવાની છાપ હતી. તેવામાં ચૂંટણી જાહેર થતા સરકારી કાર્યવાહી અટકી ગઇ હતી. દરમ્યાન નગરપાલિકા અને ઓરેવા કંપની વચ્ચે કરારની કાયદેસરતા, ચીફ ઓફિસરના વલણ, ઓરેવા કંપનીના માલિકો ભાગી જવા સહિતનો ઘટનાક્રમ હજુ જેમનો તેમ સવાલોમાં ઘેરાયેલો છે.
આથી હવે આવતા સપ્તાહે નગરપાલિકા સામે આકરી કાર્યવાહી થાય તેવા સંકેત છે. નગરપાલિકા સુપરસીડ પણ થઇ શકે છે. ભાજપના તમામ સભ્યો ઘરભેગા કરવાનું પગલુ પણ આવી શકે છે. બીજી તરફ આ ઘટનામાં હજુ ઘણા મુખ્ય જવાબદારો પકડાયા નથી. આથી મુખ્ય આરોપીઓને પણ સરકાર સકંજામાં લે તેવી શકયતા છે. મોરબીમાં ભાજપ તોતીંગ લીડ સાથે ચૂંટાયો છે ત્યારે હવે લોકલાગણીનો પડઘો પાડવાની જવાબદારી સરકાર નિભાવે તેમ છે.
ઈલિયાસની પત્ની અન્ય યુવક સાથે ભાગી ગઈ હતી ત્યારે તેને પરત લાવી દેવાએ બન્ને પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવેલ
આરોપી ઇમરાન ઉર્ફે ઈલિયાસ અમીનભાઇ શેખ જે મૃતક દેવા સાથે રીક્ષામાં મજુરી કામે જતો હતો. પાંચેક મહીના પહેલા તેની પત્ની તેના પાડોશમાં રહેતા એક યુવક સાથે જતી રહેલ હતી. ત્યારે દેવાએ ઈલિયાસની પત્નીને પરત લાવવામાં પાછ મદદ કરી હતી. દેવાએ ઈલિયાસની પત્નિને સમજાવી બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. જે પછી દેવો અવારનવાર ઈલિયાસના ઘરે બેસવા જતો હતો. જેથી ઈલિયાસ શંકા ગઈ કે દેવાને એની પત્ની સાથે આડા સંબંધ છે.
દુકાન શરૂ કર્યા પછી ઈલિયાસ આર્થિક રીતે તૂટી જતા દેવાએ મદદ કરેલી, સાથે રાખી મજૂરી કામ પણ અપાવતો
મૃતકના બનેવી હીરાભાઈએ પસાંજ સમાચારથને જણાવ્યું કે, દેવાને સાડીની ગાંસડી ટ્રાન્સપોર્ટમાંથી કારખાનામાં રીક્ષા મારફત ડિલિવરી કરવાનું કામ હતું. મિત્ર ઈલિયાસ પણ પાડોશમાં જ રહેતો હોય બન્ને વર્ષોથી મિત્ર હતા. ઈલિયાસે અગાઉ વેપારની દુકાન ચાલુ કરેલી. જોકે તેમાં આર્થિક રીતે તૂટી જતા અને દુકાન ન ચાલતા દેવાએ મિત્ર સંબંધે મદદ કરેલી. અને ઈલિયાસને સાથે રાખી મજૂરી કામ પણ અપાવતો હતો. જોકે, મિત્રનું આ ઋણ ભૂલી ઈલિયાસે શંકા કરી છરીના બેફાન 6થી8 ઘા મારી હત્યાને અંજામ આપ્યો.
16 વર્ષની દીકરી અને 10 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી : રબારી પરિવારમાં શોક છવાયો
દેવાભાઈની પત્ની મંજુબેન માનસિક રીતે અસ્વસ્થ હોય તેના માવતર ઉપલેટા રહે છે જ્યારે દેવાને સંતાનમાં 16 વર્ષની દીકરી અને 10 વર્ષના દીકરો છે. દેવાની હત્યા બાદ સંતાનોએ નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દેતા રબારી પરિવારમાં શોક છવાયો છે.