ગુજરાતની પ્રચંડ જીતથી ભાજપને રાજયસભામાં મોટો ફાયદો થશે: તમામ 11 સભ્યોનો રેકોર્ડ સર્જશે

09 December 2022 02:54 PM
Elections 2022 Gujarat India
  • ગુજરાતની પ્રચંડ જીતથી ભાજપને રાજયસભામાં મોટો ફાયદો થશે: તમામ 11 સભ્યોનો રેકોર્ડ સર્જશે

નવી દિલ્હી તા.9
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીતને પગલે ભાજપને રાજયસભામાં પણ મોટો ફાયદો થવાની સંભાવના છે. ગુજરાતની તમામ 11 રાજયસભા બેઠકો ભાજપના કબ્જામાં આવી જાય તેમ છે.

રાજયસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ 11 સભ્યોનું છે. હાલ 8 બેઠકો પર ભાજપનો કબ્જો છે જયારે ત્રણ કોંગ્રેસના હાથમાં છે. આવતા વર્ષે ત્રણ બેઠકો પર સભ્યો નિવૃત થવાના છે અને તે ભાજપ જ મેળવે તે સ્પષ્ટ છે.

2024માં ચાર બેઠકો ખાલી થશે અને તેમાં ભાજપ વધારાની બે બેઠકો હાંસલ કરશે અને જુન 2026માં ખાલી થનારી ચાર બેઠકોમાંથી વધુ એક બેઠક ભાજપ મેળવી શકશે. આ વખતે તમામ 11 રાજયસભા બેઠકો ભાજપના હાથમાં આવી જશે. મોટા રાજયોમાં રાજયસભાની તમામ બેઠકો એક જ પક્ષ પાસે હોય તેવુ ભાગ્યે જ જોવા
મળતુ હોય છે.

ગુજરાતની ઐતિહાસિક જીતથી ભાજપને રાજયસભામાં ફાયદો થવાની સામે હિમાચલમાં સતા ગુમાવતા બે બેઠકોનું નુકશાન થઈ શકે છે. એપ્રિલ 2024માં કોંગ્રેસને હિમાચલની ત્રણમાંથી એક રાજયસભા બેઠક મળી શકશે જયારે 2026માં બીજી સીટ મળશે. હાલ હિમાચલની રાજયસભાની ત્રણેય બેઠકો ભાજપ પાસે છે. ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા 2024માં નિવૃત થવાના છે.

રાજયસભાની કુલ 10 બેઠકો આવતા વર્ષે ખાલી થવાની છે એટલે કોઈ મોટો બદલાવ થાય તેમ નથી પરંતુ એપ્રિલ 2024માં મોટુ પરિવર્તન થશે ત્યારે 56 બેઠકો ખાલી થવાની છે અને વિવિધ રાજયોમાં તેનું મતદાન થશે. રાજયસભામાં હાલ 239 સભ્યો છે. છ બેઠકો ખાલી છે તેમાં કાશ્મીરની ચાર છે. રાજયસભામાં સૌથી વધુ 92 બેઠકો ભાજપ પાસે છે. કોંગ્રેસના 31, તૃણમુલ કોંગ્રેસના 13, ડીએમકે- ‘આપ’ના 10-10 સાંસદો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement