ઈ-વે બીલની મુદત પુરી થઈ હોય તે કારણોસર ટ્રકમાં રહેલો માલ જપ્ત થઈ શકે નહી: હાઈકોર્ટ

09 December 2022 03:41 PM
Ahmedabad Gujarat India
  • ઈ-વે બીલની મુદત પુરી થઈ હોય તે કારણોસર ટ્રકમાં રહેલો માલ જપ્ત થઈ શકે નહી: હાઈકોર્ટ

♦ GST વિભાગના વધુ એક ફતવાને રદ કરતી હાઈકોર્ટ: વેપારીઓને મોટી રાહત

♦ ટ્રક થોડા કલાકો મોડો પડવાથી GST વિભાગ દ્વારા જે મોટાપાયે જપ્તી કરવામાં આવે છે તેને હાઈકોર્ટની બ્રેક: જોગવાઈ તથા નોટીસો રદ કરી

ગાંધીનગર, તા.9
ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચૂકાદામાં ઈ-વે બીલ માં વેપારી અને ટ્રકચાલકોની થતી હેરાનગતી પર બ્રેક મારી દીધી છે અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ઈ-વે બીલની મુદત પુરી થઈ ગઈ હોય ફકત તે જ કારણોસર ટ્રકમાં રહેલો માલ રોડ પર જપ્ત થઈ શકે નહી.

જીએસટીમાં ઈ-વે બીલના અમલ બાદ તેની એક અવધી નિશ્ચિત કરાઈ છે અને તે અવધીમાં ઈ-વે બીલ માન્ય રહે છે. પરંતુ અનેક વખત કુદરતી કે ટેકનીકલ કારણોસર ટ્રક મોડા પડે અને ઈ-વે બીલમાં જે તારીખ નંખાઈ હોય તે તારીખ વીતી જાય પછી જીએસટી વિભાગની ફલાઈંગ સ્કવોડ દ્વારા માર્ગ પર આ પ્રકારની ટ્રકોને તલાશી લેવામાં આવે છે અને તેમાં જો મુદત વીતી ગઈ હોય તો ટ્રક અને તેનો માલ કબ્જે કરવામાં આવે છે.

પરંતુ હાઈકોર્ટે આ જોગવાઈ રદ કરતા જણાવ્યું કે, ફકત ઈ-વે બીલની મુદત થોડા કલાક કે બે-ચાર દિવસ પુર્વે પુરી થઈ હોય તો તેના માટે માલ જપ્ત થઈ શકે નહી અને આ રીતે વેપારીઓને થતી હેરાનગતી બંધ થવી જોઈએ.

ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાથી હજારો વેપારીઓ તથા ટ્રકચાલકોને મોટી રાહત થશે. જેઓને ઈ-વે બીલનો સમય વીતી ગયો હોય તેવા સામાન્ય કારણોસર લાખો-કરોડો રૂપિયાનો માલ જપ્ત કરી લેવાઈ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement