પટણા તા.9
એસયુવીએ ભારતીય પોલીસ સેવાના વરિષ્ઠ પદાધિકારી અને મગધ રેન્જના તત્કાલીક આઈજી અમિત લોધા સામે ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિઓના મામલે એફઆઈઆર નોંધી છે.
એસવીયુઆઈ પાસેથી મળેલી જાણકારી અનુસાર અમિત લોધા પર આરોપ છે કે લોધાએ સરકારી સેવકના પદ પર રહીને ભ્રષ્ટાચાર અને પોતાના સ્વાર્થ લાભ માટે નાણાકીય ગોટાળા કર્યા છે.
ઉલ્લેખનીય છે કે આઈજી અમિત લોધા વેબસીરીઝ ‘ખાકી’ને લઈને ચર્ચામાં આવ્યા હતા. તેમની સામે આરોપ તેમણે સરકારી સેવકના પદ પર રહીને નેટફલીકસ અને ફ્રાઈડે સ્ટોરી ટેલરની સાથે વ્યાવસાયિક કામ કર્યું છે.
અમિત લોધા હાલમાં નેટફિલકસ પર વેબસીરીઝ ‘ખાકી’માં એસપી તરીકે નજરે પડી રહ્યા છે.