સવાઈ માધો (રાજસ્થાન) તા.9 : ગઈકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હારના દુ:ખને ભૂલી જઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ અહીં પોતાનો જન્મ દિવસ રાહુલ ગાંધી અને દીકરી પ્રિયંકા ગાંધી સાથે ઉજવ્યો હતો અને રણથંભોર ટાઈગર સફારીનો પણ આનંદ ઉઠાવ્યો હતો.
પીએમ મોદીએ શુભકામના પાઠવી: વડાપ્રધાન મોદીએ સોનિયા ગાંધીને જન્મ દિવસે શુભકામના પાઠવી તેમના સ્વાસ્થ્ય અને દિર્ઘાયુની કામના કરી છે. સવાઈ માધોપુરના રણથંભોર સ્થિત હોટેલ શેરબાગમાં સોનિયાજીનો જન્મ દિવસ ઉજવાયો હતો. અહીં તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે ટાઈગર સફારીનો આનંદ લીધો હતો. સોનિય ગાંધીને જન્મ દિવસે રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલોટે અભિનંદન પાઠવ્યા.