વેપારી પિતાની સગીર પુત્રનો કબ્જો મેળવવા કરેલ અરજી કોર્ટે રદ્દ કરી : મહત્વનો હુકમ

09 December 2022 04:46 PM
Rajkot Crime
  • વેપારી પિતાની સગીર પુત્રનો કબ્જો મેળવવા કરેલ અરજી કોર્ટે રદ્દ કરી : મહત્વનો હુકમ

રાજકોટ,તા.9 : દિવ્યેશ એન્ટર પ્રાઈઝના નામે તેલ-ગોળનો ધંધો કરતા વાંકાનેરનાં વેપારી હીરલભાઈ રાજવીરના સગીર પુત્ર દિવ્યેશનો કબ્જો મેળવવાથી અરજી સેસન્સ કોર્ટે રદ કરીને મહત્વનો હુકમ આપ્યો હતો. આ કેસની વિગત એવી છે કે દિવ્યેશ એન્ટરપ્રાઈઝના નામે હોલસેલ તથા રીટેઈલ તેલ અને ગોળનો ધંધો કરતા વાંકાનેરના વેપારી હીરલભાઈ મહેન્દ્રભાઈ રાજવીર, દેવેસ કૃપા પ્રતા55રા શેરી નં.6, રસાલા રોડ, વાકાનેરવાળાના લગ્ન ભાગ્યશ્રીબેન હીરલભાઈ રાજવીર, ઠે.ગામ-ખાખીજાળીયા, તા.ઉપલેટા, જી. રાજકોટવાળા સાથે તા.2/12/2009 ના રોજ થયેલા.

આ લગ્નજીવનથી પુત્ર દિવ્યેશ, ઉં.વ.12નો જન્મ થયેલ. લગ્નના બે-ત્રણ મહીના સારી રીતે રાખ્યા બાદ હીરલભાઈ તથા તેમના કુટુંબીજનો તેમની પત્નીને દુ:ખત્રાસ આપી મારકુટ કરતા અને દહેજ લાવી નથી તેમ કહી અવાર નવાર દહેજની માંગણી કરતા અને માનસીક-શારીરીક ત્રાસ આપી કોઈપણ જાતના વાંકગુના વગર ઢોર માર મારી બે વખત કાઢી મુકેલ અને ત્યારબાદ ભુલ સમજાય જતા સમાધાન કરી તેડી ગયેલા. ત્યારબાદ પત્ની ઉપર મોબાઈલ ધ્વારા અન્ય વ્યકિત સાથે ગેરકાયદેસરના સંબંધો હોવાના ખોટા આક્ષેપો કરી

મારકુટ કરીને બાળક સાથે કોઈપણ જાતના વાંકગુના વગર તા.રર/6/ર018 ના રોજ તરછોડી દીધેલ. ત્યારબાદ અરજદાર હીરલભાઈ રાજવીરે મોરબીના ડીસ્ટ્રીકટ જજ કોર્ટમા દિ.5.અ.નં.112/2018 થી સગીર પુત્ર દિવ્યેશની કસ્ટડી મેળવવા માટે અરજી કરેલ જે અરજી હકુમતના કારણસર મોરબી ડીસ્ટ્રીકટ અદાલતે રદ કરવાનો હુકમ ફરમાવેલ. ત્યારબાદ અરજદારે ધોરાજીના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમા સગીર પુત્ર દિવ્યેશનો કબજો મેળવવા અરજી કરેલ અને તેમા જણાવેલ કે સામાવાળાને અન્ય વ્યકિત સાથે ગેરકાયદેસરના સંબંધો છે અને સામાવાળા ગામડામા રહે છે

અને તેમના પિતાજીની આર્થિક પરિસ્થિતિ નબળી છે અને તેઓનહી. ત્યારબાદ બંને પક્ષોની દલીલો સાંભળી તથા સામાવાળા તરફે રજુ કરવામાં આવેલ ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઈ અરજદાર હીરલભાઈ મહેન્દ્રભાઈ રાજવીરની સગીર પુત્ર દિવ્યેશનો કબજો મેળવવાની અરજી ર6 કરી વીઝીટેશનનો હુકમ ફરમાવેલ. આ કામના સામાવાળાના એડવોકેટ તરીકે રાજકોટના નામાંકીત સીનીયર ધારાશાસ્ત્રી મહેશભાઈ ત્રિવેદી, કીરીટ સાયમન, ધર્મેન્દ્ર જરીયા, કીશન જોશી, ઘનશ્યામ પટેલ, હર્ષ ઘીયા તથા હર્ષ ત્રિવેદી રોકાયેલા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement