ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાયું હતું જેમાં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકોનો સમાવેશ થતો હતો જેમાં ભાજપને કુલ 78 બેઠક મળી છે જ્યારે કોંગ્રેસને આ તબક્કામાં પાંચ બેઠકો મળી અને આમ આદમી પાર્ટીને પણ પાંચ બેઠકો મળી જ્યારે સમાજવાદી પક્ષને એક બેઠક મળી હતી.
બીજા તબક્કામાં 93 બેઠકોનો સમાવેશ થતો હતો જેમાં પણ ભાજપે 78 બેઠકો પર વિજય મેળવ્યો, કોંગ્રેસને 12 બેઠકો પર વિજય મળ્યો. પણ બીજા તબક્કામાં આમ આદમી પાર્ટીને એક પણ બેઠક ન મળી જ્યારે ત્રણ અપક્ષ ચૂંટાયા તે ભાજપના જ બળવાખોર હતા.