પાટીલની પેઇજ સમિતિની નીતિના કારણે ગુજરાતમાં ભાજપનો ભવ્ય વિજય : વજુભાઈ વાળા

09 December 2022 05:45 PM
Rajkot Elections 2022 Gujarat
  • પાટીલની પેઇજ સમિતિની નીતિના કારણે ગુજરાતમાં ભાજપનો ભવ્ય વિજય : વજુભાઈ વાળા

હવે મહાત્મા ગાંધી સમયની કોંગ્રેસ રહી નથી : વિસર્જન થઇ જશે

રાજકોટ,તા. 9
ગુજરાતના પૂર્વ નાણામંત્રી તથા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ એક રસપ્રદ નિવેદનમાં આ વિજય માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ભરપૂર વખાણ કર્યા હતા અને જણાવ્યું કે પાટીલે પ્રદેશ પ્રમુખ બનતા જ પેઇજ સમિતિની જે રચના અમલમાં મુકી તેના કારણે ભાજપ તરફી જબરુ મતદાન થયુ અને મેં જે સીટ પર વિજય મેળવ્યો તો તે બેઠક પર પ્રથમ વખત ભાજપના ઉમેદવારને 1 લાખથી વધુ મતે વિજય થયો.

શ્રી વાળાએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે આજની કોંગ્રેસ એ મહાત્મા ગાંધીના સમયની કોંગ્રેસ નથી તેથી તે વિખેરી નાખવી જોઇએ. તેમણે કહ્યું કે 156 બેઠકો પર વિજય એ કોઇ નાની વાત નથી અને તે માટે ભાજપ પણ લાયક છે. તેઓ હવે આવતીકાલે ગાંધીનગર પહોંચનાર છે અને નવી સરકારની શપથવિધિમાં પણ હાજર રહેશે.

તા. 12ના રોજ બપોરે 2 વાગ્યે નવી સરકારની શપથવિધિ: સમય નક્કી
ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકાર ફરી સત્તા પર આવી રહી છે તે સમયે હવે તા. 12ના રોજ બપોરે 2 વાગ્યે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સરકારની શપથવિધિ યોજાશે. રાજ્યપાલ સમક્ષ ભાજપે આ સમય મંજૂર કરાવી લીધો છે અને હવે તે મુજબ આગામી બે દિવસોમાં તમામ તૈયારીઓ કરી લેવાશે.


Related News

Advertisement
Advertisement
Advertisement