રાજકોટ. તા.09 : સાધુવાસવાણી રોડ પર આવેલ ક્રિષ્નાપાર્ક શેરીમાં રહેતાં પટેલ પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, સાધુવાસવાણી રોડ પર આવેલ ક્રિષ્નાપાર્ક શેરીમાં રહેતાં કિંજલબેન જયદીપભાઈ માણાવદરિયા (ઉ.વ.38) ગતરોજ ઘરે હતાં ત્યારે અગમ્ય કારણોસર પંખાના હુકમાં દોરડા વડે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.
બનાવ અંગે પરિવારને જાણ થતાં આક્રંદ મચાવ્યો હતો.બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએઅસાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસે પરિવારની પૂછપરછ આદરી હતી. વધુમાં મૃતકના પતિ મજૂરી કામ કરે છે.બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.