ગુજરાતમાં કોંગ્રેસનો જે રકાસ થયો તેમાં એકમાત્ર ગેનીબેન ઠાકોર પક્ષનું મહિલા મહિલા પ્રતિનિધિત્વ કરશે. જેઓ ગત વિધાનસભામાં પણ ધારાસભ્ય હતા અને વાવ મત વિસ્તારમાં તેઓએ ફરી જીત મેળવી હતી. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે તેઓ એકમાત્ર મહિલા હશે. ભાજપના 13 મહિલા ચૂંટાયા છે.
જેમાં પાંચ સીટીંગ ધારાસભ્યો છે. સૌથી જાણીતામાં જામનગર ઉતરના રિવાબા જાડેજા ઉપરાંત ગાંધીનગરના પૂર્વ મેયર રીટાબેન પટેલ અને ગાંધીધામ બેઠક પરથી ફરી જીતેલા માલતીબેન મહેશ્વરી તથા રાજકોટના ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહનો સમાવેશ થાય છે.