હેલ્લો MLA : ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ધર્મપત્ની રિવાબા જાડેજા સાથેનો ફોટો ટ્વીટ કર્યો. આ ફોટોમાં રિવાબાના હાથમાં MLA Gujarat નામનું બોર્ડ નજરે પડે છે જે રવિન્દ્રએ પણ પકડ્યું છે. સાથે તેઓએ લખ્યું છે કે હેલ્લો એમે.એલ.એ., તમે ખરેખર આના હકકદાર છો.
Hello MLA you truly deserve it. જામનગર ની જનતા નો વિજય થયો છે. તમામ જનતા નો ખુબ ખુબ દીલથી આભાર માનુ છુ. જામનગર ના કામો ખુબ સારા થાય એવી માં આશાપુરા ને વિનંતી. જય માતાજી???????? #મારુજામનગર pic.twitter.com/2Omuup5CEW
— Ravindrasinh jadeja (@imjadeja) December 9, 2022
જામનગરની જનતાનો વિજય થયો છે. તમામનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને આગળ લખ્યું કે જામનગરના કામો ખૂબ જ સારા થાય એવી મા આશાપુરાને વિનંતી. જય માતાજી. ઉલ્લેખનીય છે કે રિવાબા જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર થી 45000 થી વધુ મતોની લીડ થી જીત્યા છે.