રાજકોટ,તા.9 : મોરબી રોડ પર આવેલ વેલનાથપરામાં રહેતાં અકબરભાઈ બાબુભાઇ જામ (ઉ.વ.45) ગતરોજ રાત્રીના ઘર પાસે હતાં ત્યારે પુરપાટ ઝડપે બુલેટ લઈ નીકળેલા અનિલ નામના શખ્સને રોકી શેરીમાંથી બુલેટ ધીમું હાંકવાનું કહેતાં જે બાદ ઉશ્કેરાયેલા અનિલે વેલાબાપુની દુકાન પાસે અકબર સાથે ઝઘડો કરી છરી ઝીંકી દિધી હતી.બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી.ડિવિઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવી ઇજાગ્રસ્તનું નિવેદન નોંધ્યું હતું.