રાજકોટ,તા.9 : ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ બાલાજી સોસાયટી પાછળ નદીનાં કાંઠેથી પોલીસે 500 લીટર દેશીદારૂના જથ્થ સાથે કરમશીને દબોચી કાર્યવાહી કરી હતી. દરોડાની વિગત અનુસાર,બી ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ આર.એચ.કોડિયાતર અને કોન્સ્ટેબલ સત્યજીતસિંહ જાડેજા પેટ્રોલિંગમાં હતાં
ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે તીરૂપતી બાલાજી સોસાયટી પાછળ પી.જી.વી.સી.એલ.સબસ્ટેશનની બાજુમા નદી કાઠે પેશકદમીમાં કરમશી દેલવાણીયાએ મોટી માત્રામા દેશી દારૂનુ વેચાણ અથે રાખેલ છે તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી હાજર શખ્સનું નામ પૂછતાં કલ્પેશ કરમશી ડદેલવાણીયા (ઉ.વ.21 (રહે.ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરુપતિ બાલાજી સોસાયટી પાછળ) જણાવ્યું હતું અને તેની પાસે રહેલ બાચકામાં તપાસ કરતાં તેમાંથી 500 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને મોબાઈલ મળી રૂ.15 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા તે દારૂ વેંચાણ માટે લાવ્યાનુ કબુલ્યું હતું.