નવીદિલ્હી, તા.9 : પાકિસ્તાન-ઈંગ્લેન્ડ વચ્ચે મુલતાનમાં આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ડેબ્યુ ટેસ્ટ મેચ રમી રહેલા પાકિસ્તાનના સ્પીન બોલર અબરાર અહેમદની ફિરકી સામે ઈંગ્લેન્ડના બેટરો પરાસ્ત થઈ ગયા હોય તેમ આખી ટીમ 281 રનમાં તંબુ ભેગી થઈ ગઈ હતી. અબરાર અહેમદે આ ઈનિંગમાં સાત વિકેટ ખેડવી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
આ મેચમાં ટોસ જીતી ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 51.4 ઓવરમાં 281 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ઈંગ્લેન્ડ વતી જેક ક્રાઉલી 19, બેન ડકેટે 63, ઓલી પોપે 60, જોય રુટ 8, હેરી બ્રુક 9, બેન સ્ટોક્સ 30, વીલ જેક્સ 31 અને માર્ક વૂડે 36 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં પાકિસ્તાન વતી અબરાર અહેમદે 22 ઓવરમાં 114 રન આપી સાત વિકેટ તો જાહિદ મહમૂદે ત્રણ વિકેટ ખેડવી હતી.