રાજકોટ.તા.9 : નાનામવા મેઈન રોડ પર આવેલ કરણપાર્કમાં રહેતાં નેહાબેન કિશનભાઈ બગથરીયા (ઉ.વ.31) ગતરોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર એસિડ ગટગટાવી આપઘાતનો કરી લીધો હતો. બનાવથી પરિવારમાં અરેરાટી ફેલાઈ હતી. બનાવ અંગે જાણ થતાં માલવીયાનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.
વધુમાં પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, નેહાબેનને સંતાનમાં બે પુત્રી છે, અને તેના માવતર મોરબી રહે છે. જેમને ગતરોજ કોઈ કારણોસર એસિડ પી લીધા બાદ સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગે જાણ થતાં માલવીયાનગર પોલીસ મથકના એ.એસ.આઈ વનીતાબેન દોડી ગયાં હતાં અને જરૂરી કાર્યવાહી કરી અપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી.બનાવથી બે પુત્રીઓએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં આક્રંદ છવાયો હતો.