રાજકોટ,તા.9 : સંતકબીર રોડ પર આવેલા ગોકુલ આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં સંજયભાઈ ગોકલભાઈ ખટાણા (ઉ.વ.22) આજે સવારે ઘર પાસે હતો ત્યારે ઘસી આવેલા મેહુલ ખાંભલા, કમલેશ કણોતરા, આશિષ ઘીવડ અને અન્ય અજાણ્યાં શખસોએ કોઈ કારણસર ઝઘડક કરી બકાલાના કેરેટથી અને ઢીકાપાટુનો મારમારી નાસી છૂટ્યા હતાં. બનાવમાં ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી.ડિવિઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.