ઉત્તરાયણમાં ચાઇનીઝ સહિતની પતંગની દોરીઓના કારણે ગળા કપાવવાની ઘટના વચ્ચે હજુ આ તહેવારને એક પખવાડીયા જેટલી વાર છે તે પૂર્વે સુરત અને વડોદરામાં બે અલગ અલગ ઘટનાઓમાં પતંગની દોરી ગળામાં ભરાઇ જતા બે વ્યકિતના મોત થયા છે. જેમાં વડોદરામાં પતંગના દોરાના કારણે ગળુ ચિરાઇ જવાથી 30 વર્ષના ગીરીશ બાથમનું મૃત્યુ થયું હતું જયારે સુરતના કામરેજ વિસ્તારમાં પતંગની દોરી ગળામાં ભરાઇ જતા બળવંત પટેલ નામના યુવકનું મૃત્યુ થયું હતું.