સુરતના હિરા ઉદ્યોગમાં મંદી ? હજારો કારીગરો બેકાર

06 January 2023 05:35 PM
Surat Gujarat
  • સુરતના હિરા ઉદ્યોગમાં મંદી ? હજારો કારીગરો બેકાર

દેશમાં હિરા ઉદ્યોગ માટે જાણીતું સુરતમાં 4000 કટીંગ અને પોલીશીંગ યુનિટ આવેલા છે અને 8 લાખ લોકોને રોજગારી આપે છે પરંતુ હાલમાં હિરા ઉદ્યોગની ગતિ ધીમી પડી છે અને મોટા ભાગના એકમો 60 થી 70 ટકાની કેપેસીટીએ ચાલે છે જેના કારણે પ્રથમ તબકકે જ 20 હજાર જેટલા કારીગરોને છુટા કરી દેવામાં આવ્યા છે.

સુરતમાં વિશ્વના 80 ટકા હિરાનું કટીંગ અને પોલીશીંગ થાય છે અને તેથી અહીં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી કારીગરો પહોંચે છે. અમેરિકા તેનું સૌથી મોટુ માર્કેટ છે અને ચાઇના બીજા ક્રમે છે. પરંતુ હિરાની આયાત 2022માં એપ્રિલથી નવેમ્બર સુધી 5.43 ટકા ઘટી હતી. હાલની જે મંદીની સ્થિતિ છે તે જોતા હિરા ઉદ્યોગની ગતિ ધીમી પડી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement