નવી દિલ્હી:
દેશના સતત વિસ્તરતા જતા એવીએશન ક્ષેત્રમાં આગામી 10 વર્ષમાં ભારત પણ 2000થી વધુ મોટા મુસાફર વિમાનોના ઓર્ડર મળી શકે છે તે વચ્ચે કેન્દ્ર સરકારે બોઈંગ અને એરબેઝને તેની એસેમ્બલી લાઈન ભારતમાં સ્થાપીત કરવા સલાહ આપી છે. જો કે અત્યાર સુધીમાં ફકત ઈન્ડીગોએ જ 2019 બાદ અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર મુકયો હતો.
કંપનીએ 300 એ-320 નીચો પ્રકારના વિમાનોનો જે ઓર્ડર મુકયો હતો જે વિમાનો તબકકાવાર કંપનીના કાફલામાં જોડાઈ રહ્યા છે તો હવે ખાનગીકરણ બાદ એરઈન્ડીયા બોઈંગ અને એરબસ બન્નેને 100થી વધુ વિમાનોનો ઓર્ડર આપશે. ઉપરાંત અન્ય એરલાઈન્સ પણ તેના માર્ગે જશે. આમ ભારતમાંથી જે રીતે વિશાળ ઓર્ડર મળી રહે છે તેના પરથી હવે બોઈંગ-એરબસ તેના એસેમ્બલીંગ યુનિટ ભારતમાં સ્થાપિત કરે અને વિશ્વમાં વિકાસ પણ કરે તેવું ભારત સરકાર ઈચ્છે છે. જો એસેમ્બલી લાઈન સ્થપાય તો એરક્રાફટ બોડીની એન્જીન એસેમ્બલીંગ તથા સીટનું નિર્માણ ભારતમાં થઈ શકે છે.
જો કે એરક્રાફટ એસેમ્બલી લાઈન સ્થાપવામાં 3-4 વર્ષ થઈ શકે છે. હાલ એરબસ તેના ફ્રાન્સના યુદ્ધ ઉત્પાદન કરે ઉપરાંત જર્મની, ચીન, અમેરિકાએ એસેમ્બલી યુનિટ ધરાવે છે.