વોશીંગ્ટન (અમેરીકા) તા.17 : ભારત આજકાલ ડાયાબીટીસની રાજધાની બની ગયુ છે. ડાયાબીટીસ એક એવો રોગ છે, જો તે નિયંત્રણમાં ન રહે તો બીજા અનેક રોગોને જન્મ આપે છે. ખાન-પાનની આદત, શારીરીક શ્રમ, ડાયાબીટીસને અંકુશમાં રાખે છે.સંશોધનમાં બહાર આવ્યું છે કે પાંચ મોટા અનાજ છે.જે વધેલી સુગરને ગાળીને શરીરની બહાર ફેંકી દે છે.
આ પાંચ મોટા અનાજમાં જુવાર, બાજરો, રાગી, થુલી અને જવ સામેલ છે. તેને ડાયટમાં સામેલ કરવાથી તાત્કાલીક અસર દેખાશે. અમેરિકામાં થયેલા અધ્યયનમાં આ જાણકારી બહાર આવી છે તેને સ્વાસ્થ્ય વેબસાઈટ વેબએમડીમાં પ્રકાશીત કરાઈ છે.અધ્યયન અનુસાર મોટા-જાડા અનાજનું બહારનું પડ થુલુ હોય છે. ત્યારબાદ અંદરના પડમાં જર્મ અર્થાત રોગાણુઓ હોય છે જે કોઈપણ બહારનાં પરજીવીથી સુરક્ષા માટે બન્યુ હોય છે.જયારે થુલીમાં ખુબ જ ફાઈબર હોય છે.
જે સરળતાથી નથી પચતુ મોટા-જાડા અનાજનો ગ્લાઈરોમિક ઈન્ડેક્સ ખુબ જ ઓછો હોય છે.આ કારણે જ જાડા અનાજના સેવનથી બ્લડ સુગર નથી વધતું અને વજન પર નિયંત્રણ પણ રહે છે. અભ્યાસમાં જયારે કેટલાંક લોકોને મોટા અનાજનું સેવન કરવાનું કહેવામાં આવ્યુ તો કેટલાંક દિવસોમાં જ તેમનામાં ઈુસ્યુલિનનું લેવલ વધી ગયું હતું. તેના સેવનથી કોલેસ્ટ્રોલ પણ ઘટવા લાગ્યુ હતું.
સફેદ અનાજની તુલનામાં ધીરે ધીરે વધે છે બ્લડ સુગરનું સ્તર: એક બીજા અભ્યાસમાં જાણવા મળ્યુ કે નાસ્તામાં ચોખાની જગ્યાએ જાડુ અનાજ ખાવાથી બ્લડ સુગરનું સ્તર ઘટી ગયુ. અધ્યયન અનુસાર સફેદ અનાજવાળા ઉત્પાદનોની તુલનામાં જાડા અનાજ, બ્લડ સુગર ધીરેધીરે વધારે છે અધ્યયનમાં સૂચન કરાયું છે કે જો આપ સફેદ બ્રેડ, પાસ્તા અને ચોખાની જગ્યાએ બાજરા આધારીત ખાદ્યપદાર્થો ખાવ છો તો આપ સારી રીતે બ્લડ સુગર ક્ધટ્રોલ કરી શકો છો.
ડાયાબીટીસ કેપીટલ છે ભારત: ભારતમાં ડાયાબીટીસના કેસ ઝડપથી વધી રહ્યા છે.હાલમાં દેશમાં 8 કરોડથી વધુ લોકો ડાયાબીટીસથી પીડિત છે એટલે ભારતને ડાયાબીટીસની રાજધાની કહેવામાં આવે છે. વર્ષ 2045 સુધીમાં ભારતમાં ડાયાબીટીસની દર્દીઓની સંખ્યા 13.5 કરોડ થઈ જશે.