સુરત : સુરતની પ્રાથમિક શાળાની મુલાકાત સમયે શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરીયા લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા હતાં. પ્રફુલ્લ પાનસેરીયાએ સુરતના લસકાણા ખાતે આવેલી સરકારી શાળાની મુલાકાત લીધી હતી. ત્યારે તેમને શાળાના શૌચાલય ગંદા લાગતા પોતાની જાતે જ શૌચાલય સાફ કરવાનું શરુ કર્યું હતું અને લોકોને સ્વચ્છતા રાખવા માટે ઉદાહરણ પુરુ પાડ્યું છે.
પ્રફુલ્લ પાનસેરીયાએ કોઈ પણ જાતના પ્રવચન કે ટીપ્પણી વગર કરેલા આચરણથી શાળાના શિક્ષકો અને આચાર્યના હ્રદયને સ્પર્શી ગયું હતું. ત્યારબાદ શાળાના શિક્ષકો અને આચાર્ય દ્વારા હોંશે- હોંશે બાથરુમ અને શૌચાલયોની સાફ સફાઈ કરવામાં આવી છે.