(કેશુભાઈ માવદીયા) માધવપુર તા.18 : માધવપુર ઘેડ ગામે ગ્રામ પંચાયત દ્વારા વાર્ષિક ઘર વેરામાં સફાઈ વેરો પણ વસુલવામાં આવે છે પરંતુ અનેક વિસ્તારોમાં કોઈ પણ દિવસ સપાઈ થઈ નથી. છતાં સફાઈ વેરો શા માટે લેવામાં આવે છે. તેવા વેધક સવાલો ઉભા થયા છે. માધવપુર ગામમાં વણકરવાસ અને સાગર શાળા વિસ્તારમાં કોઈ દિવસ સફાઈ થતી નથી તેમ છતા ગ્રામ પંચાયત સફાઈ વેરો વસુલ કરે છે. આ વિસ્તારોમાં ગ્રામ પંચાયત સફાઈ વેરાનો કર લોકોને પરત કરે તેવી માંગણી કેશુભાઈ માવદીયાએ ઉઠાવી જિલ્લા વિકાસ અધિકારી, ટીડીઓને જાણ કરી છે.