સીડની તા.18
ઓસ્ટ્રેલિયાની ટોચની એરલાઈન્સ કવાન્ટાસ એરવેઝના બોઈંગ 737-800 વિમાનના એન્જીનમાં મીડએર કટોકટી સર્જાઈ હતી અને 100 યાત્રીઓ સાથે આ વિમાન દ્વારા સીડની હવાઈ મથકે સલામત રીતે ઈમરજન્સી લેન્ડીંગ કર્યુ હતું.
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેના તસ્માન સાગર ઉપર વિમાન ઉડી રહ્યું હતું તે સમયે જ તેના એન્જીનમાં ખરાબી હોવાનું જાહેર થતા જ તુર્ત જ વિમાનને સલામત રીતે લેન્ડીંગ કરાવવા માટેની પ્રક્રિયા શરુ થઈ હતી અને સીડની એરપોર્ટ પર તમામ પ્રકારની ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી પરંતુ પાઈલોટે કુશળતાપૂર્વક વિમાનને લેન્ડીંગ કરાવીને પ્રવાસીઓને સલામત રાખ્યા હતા.
આ પ્રકારનું બોઈંગ વિમાનના એક એન્જીનમાં ખરાબી આવી ગઈ હતી તેમ છતાં પાઈલોટે એક જ એન્જીનના સહારે વિમાનને સલામત રીતે લેન્ડીંગ કરાવ્યુ હતું.