માર્સીલે (ફ્રાન્સ) તા.18 : વિશ્વની સૌથી વયોવૃદ્ધ ગણાતી ફ્રેન્ચ નનનું ફ્રાંસમાં 118 વર્ષની વયે નિધન થયુ છે. નન લ્યૂસીલ રેન્ડોન સીસ્ટર આન્દ્રે તરીકે જાણીતી હતી તેમનો જન્મ 11 ફેબ્રુઆરી 1904 ના રોજ દક્ષિણ ફ્રાન્સમાં થયો હતો.
તેમના જન્મનાં 10 વર્ષ બાદ પ્રથમ વિશ્વ યુદ્ધ ચાલુ થયુ હતું. નન લ્યુસીલ રેન્ડમનું નિધન ત્યારે થયું હતું જયારે તેઓ તૌલન ખાતે તેમના ઘરમાં નિદ્રાધીન હતી. તેમણે પોતાનું જીવન લોકોની સેવામાં વીતાવ્યું હતું.