2023ના વર્ષમાં અનેક કંપનીઓ તેમના કર્મચારીઓને લે-ઓફ આપ્યા છે અને વધુ કંપનીઓ હજુ છટણીની તૈયારીમાં છે. 2022માં કુલ 1000થી વધુ કંપનીઓએ 1,54,336 કર્મચારીઓને નોકરીમાંથી છુટા કર્યા હતા. પરંતુ 2023માં તે ગતિ ઝડપી બને તેવા સંકેત છે અને અનેક કંપનીઓએ પોતાના છટણી પ્લાન તૈયાર રાખ્યા છે. ટવીટ, ગુગલ, સ્નેપ, ટાઇગર ગ્લોબલ અને સરી ચેટ કંપનીએ 2300 જેટલા કર્મચારીઓને છુટા કરવા તૈયાર કરી છે. 2023 જેમ આગળ વધતું જશે અંદાજે 91 કંપનીઓ 24000થી વધુ કર્મચારીઓને છુટા કરવાની તૈયારી કરી છે.