ભારતમાં કેન્સરની સુનામી ત્રાટકશે: 18 વર્ષમાં 2.84 કરોડ કેસ નોંધાશે

19 January 2023 11:27 AM
Health India
  • ભારતમાં કેન્સરની સુનામી ત્રાટકશે: 18 વર્ષમાં 2.84 કરોડ કેસ નોંધાશે

ડાયાબીટીસ બાદ હવે દેશમાં કેન્સરનો કાળો કેર : અમેરિકાના ડોકટરે આપી ચેતવણી: સફળ કેન્સર વેકસીન ભવિષ્યમાં અસરકારક બની રહેશે

નવી દિલ્હી તા.19 : ભારતમાં ડાયાબીટીસ બાદ કેન્સર રોગે મોં ફાડયું છે. અમેરિકાના એક કેન્સર નિષ્ણાંતે ભારતને કેન્સર જેવી ગંભીર બિમારીની સુનામીનો સામનો કરવો પડશે. આ કેન્સર નિષ્ણાંત ડો. જે.એમ.અબ્રાહમે જણાવ્યું હતું કે વર્ષ 2020માં કેન્સરગ્રસ્તોની સંખ્યા 1.80 કરોડની હતી જે આગામી 18 વર્ષમાં વધીને 2.84 કરોડ થઈ જશે.

આ સંજોગોમાં મેડીકલ ટેકનોલોજીને વધારે મજબૂત બનાવી આગોતરા પ્રયાસો હાથ ધરવાની જરૂર છે.અમેરિકાના ઓહાયોમાં કલીવલેન્ડ કિલનીકના હેમેટોલોજી અને મેડીકલ ઓન્કોલોમ વિભાગના અધ્યક્ષ ડો. જેમ અબ્રાહમે જણાવ્યું હતું કે વૈશ્ર્વિકરણ, વધતુ અર્થકરણ, વસ્તી અને બદલાઈ રહેલી જીવનશૈલીના કારણે ભારતે કેન્સર જેવી ઘાતક બીમારીની સુનામીનો સામનો કરવો પડશે.

ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરીના અંદાજ મુજબ વિશ્ર્વમાં કેન્સરના કારણે હાહાકાર મચી જશે. મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની સ્થિતિ ગંભીર બની: મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સર ફેફસાના કેન્સરને પાછળ રાખી દીધું છે. જો કે અત્યાર સુધીમાં ફેફસાના કેન્સરથી વધુ મોત થયા છે. ડો. અબ્રાહમનું કહેવું છે કે સફળ કેન્સર વેકસીન આ બીમારીની અલગ અલગ સ્વરૂપને હટાવવામાં ખૂબ મદદરૂપ થશે.


Related News

Advertisement
Advertisement
Advertisement