આ વર્ષે કેદારનાથની હેલિકોપ્ટરમાં યાત્રા કરવી મોંઘી પડી શકે છે

20 January 2023 10:34 AM
India Travel
  • આ વર્ષે કેદારનાથની હેલિકોપ્ટરમાં યાત્રા કરવી મોંઘી પડી શકે છે

ટિકીટનાં કાળાબજાર રોકવા હેલિકોપ્ટર યાત્રામાં ભાડામાં ફલેકસી મોડેલ લાગુ પડશે

દહેરાદુન તા.20
આગામી યાત્રા સીઝન માટે કેદારનાથ હેલી (હેલીકોપ્ટર) યાત્રીઓએ વધુ ભાડુ ચુકવવુ પડશે. ઉતરાખંડ નાગરીક ઉડ્ડયન વિકાસ પ્રાધિકરણ (ઉકાડા) આગામી ત્રણ વર્ષ માટે હેલી સેવાનું ટેન્ડર બહાર પાડવા જઈ રહ્યું છે.

આ વખતે હેલી સેવા માટે ફિડસના બદલે ફલેકસી મોડેલ લાગુ કરવામાં આવી રહ્યુ છે.આથી મોડેથી ટીકીટ બુક કરાવવા પર યાત્રીએ વધુ ચુકવવુ પડશે.આ વર્ષે ગત વર્ષની તુલનામાં ભાડુ 10 થી 15 ટકા સુધી વધી શકે છે.

ગત વર્ષે યાત્રી દીઠ એક તરફી ભાડુ ગુપ્તકાશીથી 7750 રૂપિયો, ફાટોથી 4720 રૂપિયા અને સીરસીથી 4680 રૂપિયા ભાડુ નકકી થયુ છે.આ વર્ષે ફલેકસી ભાડુ મોડેલ લાગુ કરવામાં આવી રહ્યું છે.

આવુ મોડેલ સામાન્ય વિમાન યાત્રામાં અપનાવવામાં આવે છે.જેમાં વહેલી ટીકીટ બુક કરાવનારને ન્યુનતમ ભાડુ આપવુ પડે છે. જયારે મોડેથી ટીકીટ બુક કરાવનારને બે ગણુ ભાડુ ચુકવવુ પડે છે. જોકે વધુમાં વધુ ભાડુ દર ટીકીટે 15 હજારથી વધુ નહિં હોય.


Related News

Advertisement
Advertisement
Advertisement