નવી દિલ્હી: દેશમાં સ્પામ અને માર્કેટીંગ ના કોલમાંથી મોબાઈલ ધારકને છૂટકારો અપાવવા મોબાઈલ કંપનીઓ કોલર- આઈડી જ તેની સીસ્ટમમાં આવે જેની મોબાઈલ ધારક કોનો કોલ છે તે પારખીને તે રીસીવ કરવા કે કેમ તે નિર્ણય લઈ શકે તેવી વ્યવસ્થા કરવા ટેલીકોમ ઓથોરીટીએ આપેલી સૂચના સામે મોબાઈલ ઓપરેટરોએ વિરોધ કરી તેને તેનો લાંબાગાળે તબકકાવાર અમલ માટે છૂટ માંગી છે.
હાલ દેશમાં પી-ટુ-પી મોડેલમાં વ્યક્તિગત ફોન નંબર તેના પર બલ્ક એસએમએસ તથા કોલ કરવાની યુક્તિનો ઉપયોગ થાય છે. જેના કારણે ઉપયોગકર્તા ખુદ પારખી શકતો નથી. તેના બદલે તે માટે અલગ સીસ્ટમ ઉભી કરવા માટે જણાવ્યું છે. ટેલીકોમ કંપનીઓ દાવો છે કે ફરજીયાત કોલર આઈડીથી વ્યક્તિગત ગુપ્તતાનો પણ ભંગ થશે તે યોજના વધુ સારી ટેકનોલોજી સાથે ભવિષ્યમાં લાગુ કરી શકાય.