મોબાઈલમાં સુરક્ષા માટે દેશી ઓપરેટીંગ સીસ્ટમ ‘Bharos’ લોન્ચ

20 January 2023 12:01 PM
Technology
  • મોબાઈલમાં સુરક્ષા માટે દેશી ઓપરેટીંગ સીસ્ટમ ‘Bharos’ લોન્ચ

સંવેદશીલ માહિતી માટે મહત્વની: હાલ પસંદગીના ઔદ્યોગિક એકમોને ઉપલબ્ધ

નવી દિલ્હી: વિશ્વમાં સૌથી વધુ સ્માર્ટફોન સહિત મોબાઈલ ધારકો ભારતમાં છે અને તેથી જ વિશ્વભરની મોબાઈલ સહિતની ઈલેકટ્રોનીક બિઝનેસમાં રહેલી કંપનીઓ માટે ભારત મોટુ માર્કેટ છે જેમાં હાર્ડવેર તથા સોફટવેર બન્નેનો સમાવેશ થાય છે અને મોબાઈલ ઉત્પાદન સ્થાનિક સ્તરે પણ વધારવા વિદેશી કંપનીઓને કેન્દ્ર સરકાર પ્રોત્સાહીત કરી રહી છે

પણ હજું સુધી સ્માર્ટ ફોનમાં મૂળભૂત સોફટવેર- ઓપરેટીંગ સીસ્ટમ આપણે ગુગલના એન્ડ્રોઈડ અને ઓએસઆઈ પર જ આધારીત છીએ જે વૈશ્વીક દબદબો પણ ધરાવે છે પણ હવે ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી- મદ્રાસ (આઈઆઈટી)ની સાથે જોડાયેલી ઈન્કયુલેટેડ ફર્મ એ ‘ભરોસ’- (Bharos) નામ હેઠળ મુજબ દેશી ઓપરેટીંગ સીસ્ટમ વિકસીત કરી છે જે ભવિષ્યમાં ભારતમાં મોબાઈલ ધારકો માટે હશે. ઓપરેટીંગ સીસ્ટમ એ મોબાઈલનો મૂળભૂત સોફટવેર છે.

જેના પર મોબાઈલ ઓપરેટ થાય છે અને અન્ય સોફટવેર પણ આ સીસ્ટમ આધારીત છે. અને તેથી આ સોફટવેર અત્યંત સ્માર્ટ હોવો જરૂરી છે. જો કે હાલ આ સ્વદેશી ઓપરેટીંગ સીસ્ટમ હાલ એવા સંગઠનોને જ આપવામાં આવી છે. જેના અધિકારી-કર્મચારીઓ માટે ગુપ્તતા જરૂરી છે. વિદેશી ઓપરેટીંગ સીસ્ટમ તમારા તમામ ડેટા વિદેશ મોકલે છે અને તેના સર્વરમાં તે સ્ટોર પણ થાય છે. મોબાઈલ કંપનીઓ તેના સ્માર્ટફોનમાં અનેક એપ તો પ્રિલોડેડ આપે છે જે તમો અનઈન્સ્ટોલ પણ કરી શકતા નથી

પણ આ નવી સીસ્ટમમાં તેઓને કોઈ એપ.નો ઉપયોગ કરવા મજબૂર કરવામાં આવશે નહી અને આ એપ. તમારી બિનજરૂરી માહિતી પણ માંગી શકશે નહી. ઉપરાંત તે ઓનલાઈન સુરક્ષા આપે છે. જો કે હાલ આ સીસ્ટમમાં હાલ બજારમાં ઉપલબ્ધ મોબાઈલમાં આ સીસ્ટમ ઉપલબ્ધ બનશે નહી પણ ભવિષ્યમાં તે ખાસ ઓપરેટીંગ સીસ્ટમ તરીકે ઉપયોગમાં લઈ શકાશે.

શું છે આ સીસ્ટમ
* આ નવી સ્વદેશી ટેકનોલોજી આધારીત મર્યાદીત ઓપરેટીવ સીસ્ટમ છે જે કોઈ ઔદ્યોગીક સંગઠન તેના પોતાના ફાઈવજી-નેટવર્કનો ઉપયોગ કરે છે અને તેના સંવેદનશીલ ડેટા- કલાઉડ- સ્ટોરેજમાં હોય છે તેમાં સંચાલનમાં આ સીસ્ટમ ઉપયોગી બનશે.
* આ સીસ્ટમ મોબાઈલની હાલની સીસ્ટમ તો વિકલ્પ નથી પણ તે આ સીસ્ટમમાં જે બિનજરૂરી એપ તથા કુકીસ છે તેને નિયંત્રીત કરી શકે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement