રાજકોટ તા.21 : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે ફરી ઠંડીનાં પ્રમાણમાં થોડો વધારો થયો હતો અને ઠેર-ઠેર 2થી 3 ડિગ્રી તાપમાન નીચુ ઉતર્યું હતું. આજે ફરી એકવાર સૌથી વધુ ઠંડી નલિયા અને ગાંધીનગર કાતે 9.8 ડિગ્રી નોંધાઈ હતી. આ ઉપરાંત રાજકોટ શહેરમાં સવારે 8 કી.મી.ના સરેરાશ ઠંડા પવન સાથે 11.2 ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
તેમજ સવારે અમદાવાદમાં 10.8 ડિગ્રી અમરેલીમાં 10.4 ડિગ્રી, વડોદરામાં 14, ભાવનગરમાં 14.1, તથા ભૂજમાં 10.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. જયારે દમણમાં 14.6, ડિસામાં 11.1, દિવમાં 13.6, અને દ્વારકામાં 15.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. જયારે આજે સવારે જૂનાગઢમાં 17.4, કંડલામાં 12.5, ઓખામાં 18,2, તથા પાટણમાં 10.1, પોરબંદરમાં 13, સુરતમાં 15.6 અને વેરાવળ ખાતે 15.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.