બોટાદ/ભાવનગર, તા.21 : બોટાદમાં ત્રણ મિત્રોએ યુવાનની હત્યા કરી તેની લાશ અવાવરૂ જગ્યામાં દાટી દીધાની સનસનાટીભરી ઘટના બની છે. તો મહુવા તાલુકાના શેત્રાણા ગામે પુત્રએ િ5તાનું ગળુ દબાવી હત્યા કરી નાંખ્યાનો બનાવ બનતા સનસનાટી મચી ગઇ છે.
બોટાદ જિલ્લામાં દિવસેને દિવસે ગુનાખોરી વધતી જાય છે પોલીસ નો કોઈ ડર નો હોય તેમ બોટાદ જિલ્લા માં ગુન્હા હીત પ્રવુતિ જેવી કે હત્યા, બળાત્કાર, ચોરી જેવા બનાવો બની રહ્યા છે. હાલ વધુ એક હત્યા સામે આવી બોટાદના નવહથ્થા હનુમાનજી મંદિર પાસે રહેતા મહેન્દ્રભાઈ અબાસણા જેઓ પુત્ર વિજય ગત તારીખ 16 ડિસેમ્બરના રોજ ગુમ થયેલ
જેની શોધખોળ કરી પણ અતોપતો મળ્યો ન હતો જયારે વિજય મહેન્દ્રભાઈ અબાસણાની જુની અદાવતે તેના જ ત્રણ મિત્રો એ એકસંપ કરી કોઈપણ સમયે વિજયનું ઢીમ ઢાળી તેની લાશને સગેવગે કરી હતી તેની લાશને નવહથ્થા હનુમાનજી મંદિરની આસપાસ અવાવરૂ જગ્યા એ દાટી દેવામાં આવી હતી.
સ્થળ તપાસ કરી પોલીસ દ્વારા તેના જુદા જુદા હાડકાઓ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી. વિજય મહેન્દ્રભાઈ અબાસણાની હત્યાના ગુન્હામાં ભાવેશ ધનાભાઈ, હસમુખ ઉર્ફે મુનો, જીતુ પરમાર ત્રણેએ મિત્રો વિરૂધ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા ત્રણેય આરોપી ને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
મહુવા
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના શેત્રાણા ગામે પિતા-પુત્ર વચ્ચે થયેલા ઝઘડામાં પુત્રએ ઉશ્કેરાઇ જઇ પિતાનું ગળું દબાવી હત્યા કરી હતી. બનાવ ની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. આ બનાવની મળતી વિગતો મુજબ મહુવાના મોટા ખુંટવડા પોલીસ તાબા હેઠળ આવેલા શેત્રાણા ગામે રહેતા વિઠ્ઠલભાઇ ખોડાભાઇ ઘોયલ ઉં.વ.70 અને તેના પુત્ર મથુર ઉં.વ.47 સાથે કોઇ બાબતે થયેલી બોલાચાલી બાદ પુત્ર બહાર ચાલ્યો ગયો હતો
અને બાદમાં પરત આવી આવેશમાં આવી જઇ પિતા વિઠ્ઠલભાઇનું ગળું દાબી દેતા વયોવૃઘ્ધ વિઠ્ઠલભાઇનું મોત નિપજયુ હતુ. મથુરે તેના જ પિતાનું ગળુ દાબી હત્યા કરતા પરિવારમાં રાડારાડી મચી હતી. દરમ્યાનમાં હત્યાની ઘટના અંગે મોટા ખુંટવડા પોલીસ મથકના પી.એસ.આઇ. સી.એસ.મકવાણાને જાણ થતા તાબડતોબ દોડી ગયા હતા અને મૃતક વિઠ્ઠલભાઇના મૃતદેહને પોસ્ટ મોર્ટમ રએ ખસેડી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ઉશ્કેરાઇ જઇ પિતાને જ મોતને ઘાટ ઉતારી દેનાર મથુરને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
બોટાદના યુવાનની હત્યા કરી લાશ દાટી દેવાતા પોલીસે જગ્યા ખોદીને અવશેષો બહાર કાઢયા છે. તો મહુવામાં કપુતના હાથે મોતને ભેંટેલા વૃધ્ધની લાશ છેલ્લી તસ્વીરમાં જોવા મળે છે.