માધવપુર (ઘેડ) ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા મળી; વિવિધ મુદ્દાઓનાં ઠરાવ

21 January 2023 12:36 PM
Porbandar
  • માધવપુર (ઘેડ) ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા મળી; વિવિધ મુદ્દાઓનાં ઠરાવ

સરપંચ, તલાટી મંત્રી, કે.નિ. ઉપસ્થિત રહ્યા

(કેશુભાઈ માવદીયા) માધવપુર તા.21 : પોરબંદર જિલ્લાનાં માધવપુર (ઘેડ) ગામે ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા મળી હતી. જેમાં વિવિધ ઠરાવોને બહાલી આપી હતી. ગામના સરપંચ ભનુભાઈ ભુવાનાં અધ્યક્ષસ્થાને મળેલી ગ્રામસભામાં ગામના જાહેર માર્ગોની સફાઈ, વડાપ્રધાન આવાસ યોજના, ગરીબોને રેશનકાર્ડનો પુરવઠો, ગરીબ વૃધ્ધ પેન્શન યોજના, કુંભારવાડાથી સોવારી સુધી રોડ પહોળો કરવા, બેરોજગારોને રોજગારી આપવી, રાજકિય નેતાઓનાં પેન્શન બંધ કરવા, ચૂંટણીમાં ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી મતદાન, મેરા જાપા માર્ગમાં સ્પીડ બ્રેકર મુકવા ઠરાવ પસાર થતા ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. ગ્રામસભામાં તલાટી મંત્રી એસ.જે. મજેઠીય, કે.નિ. રણજીતભાઈ, ટેકનીકલ આસી. આશુતોષભાઈ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Advertisement
Advertisement
Advertisement