કચ્છના ક્રિકેટ ઇતિહાસમાં લોકસભા પરિવાર દ્વારા સૌથી લાંબી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

21 January 2023 12:51 PM
kutch
  • કચ્છના ક્રિકેટ ઇતિહાસમાં લોકસભા પરિવાર દ્વારા સૌથી લાંબી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
  • કચ્છના ક્રિકેટ ઇતિહાસમાં લોકસભા પરિવાર દ્વારા સૌથી લાંબી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

કચ્છ લોકસભા પરિવાર દ્વારા આઝાદીના અમૃતકાલ અંતર્ગત કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સાંસદ વિનોદભાઇ ચાવડા અને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના સૌજન્યથી તા. 18 થી શરૂ થયેલ છે અને કચ્છના ક્રિકેટ ઇતિહાસમાં સંળગ 45 દિવસ ચાલનારી ટુર્નામેન્ટમાં કચ્છ-મોરબીની 138 ટીમો ભાગ લેશે જે સૌથી મોટી ટુર્નામેન્ટ છે જેમાં તા. 19 ના પ્રથમ મેચ જે.બી. સ્પોર્ટ્સ ગાંધીધામ અને મહાદેવ ઇલેવન ગાંધીધામ વચ્ચે થઈ હતી જેમાં જે.બી. સ્પોર્ટ્સ ગાંધીધામ ટીમ વિજેતા થઈ અને બીજી મેચ અમિત ઓપટીક્સ ભુજ અને એન.એસ.કે. ટીમ અંજાર વચ્ચે રમાઈ જેમાં અમિત ઓપટીક્સ ભુજ ટીમ વિજેતા થઈ હતી અને ત્રીજી મેચ વિનોદ ચાવડા ફેન ક્લબ અને જીનામ ઇલેવન ડગારા ટીમ વચ્ચે રમાઈ જેમાં વિનોદ ચાવડા ફેન કલબ મેચ જીતી હતી, ખુબજ ઉત્સાહ પૂર્વક બંને મેચો ક્રિકેટ રશિયાની ઉપસ્થિતિ વચ્ચે પૂર્ણ થઈ હતી.(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement