સાળંગપુરધામમાં અમાસ નિમિત્તે કષ્ટભંજનદેવ દાદાને કલરફુલ ફુગ્ગાઓનો દિવ્ય શણગાર

21 January 2023 01:36 PM
Botad
  • સાળંગપુરધામમાં અમાસ નિમિત્તે કષ્ટભંજનદેવ દાદાને કલરફુલ ફુગ્ગાઓનો દિવ્ય શણગાર
  • સાળંગપુરધામમાં અમાસ નિમિત્તે કષ્ટભંજનદેવ દાદાને કલરફુલ ફુગ્ગાઓનો દિવ્ય શણગાર

વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે અમાસ નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.21 ના શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને કલરફુલ ફુગ્ગાઓનો દિવ્ય શૃંગાર તથા કાજુકતરી, બરફી, પેંડા, મૈસુબ, લાડુ વિગેરે અનેક પ્રકારની મીઠાઈનો અન્નકૂટ ધરાવી સવારે 5:30 કલાકે મંગળા આરતી તેમજ 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ તથા દાદાને દિવ્ય શણગાર કરવામાં આવેલ અને દાદાને વિવિધ પ્રકારની મીઠાઈઓનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવેલ છે. હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.


Advertisement
Advertisement
Advertisement