કાલાવડ તા.21 : બોટાદ ખાતે 9 વર્ષ ની માસૂમ બાળકીના બળાત્કારી અને હત્યા ના આરોપીને ત્વરિત કાર્યવાહી કરી ફાંસી ની સજા આપી ન્યાય આપવા કરી માંગણી.કાલાવડ દેવી પૂજક સમાજ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. રેલીમાં દેવીપૂજક સમાજ ના પ્રમુખ કલ્પેશભાઈ કુંઢીયા , તરૂણ ચોહાણ , ભીખુભાઈ ચંદ્રપાલ ,દિલીપભાઈ વાઘેલા ,અજમલ ગઢવી , ઈરફાન પટની સહિત ના મોટી સંખ્યામાં પુંરુષો અને મહિલાઓ જોડાયા હતા. દેવી પૂજક સમાજના લોકોએ ગુનેગાર ને ફાંસી ની સજા થાય તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. મામલતદારશ્રી ને આવેદન પત્ર પાઠવવા સમયે બહોળી સંખ્યામાં દેવીપૂજક સમાજ ઉમટી પડ્યો હતો (ફોટો: રાજુ રામોલિયા કાલાવડ)