મુંબઈ તા.23 : આઈફોન ઉત્પાદક એપલ ભારતમાંથી એક જ મહિનામાં એક અબજ ડોલર 8100 કરોડ રૂપિયાના સ્માર્ટફોનની નિકાસ કરનારી પ્રથમ કંપની બની છે. ડીસેમ્બર મહિનામાં ભારતમાંથી કુલ 10,000 કરોડથી વધુના મોબાઈલની નિકાસ થઈ હતી. ભારતમાંથી મોબાઈલમાંથી નિકાસમાં એપલ તથા સેમસંગ ટોચ પર છે. નવેમ્બરમાં એપલ સૌથી મોટી નિકાસકાર કંપની બની હતી. કંપની ભારતમાં આઈફોન 12, 13,14 અને 14+નુ ઉત્પાદન કરે છે.ત્રણ કોન્ટ્રાકટ ઉત્પાદકો દ્વારા ઉત્પાદન કરાવવામાં આવે છે. તેના તાલીમનાડુમાં બે તથા કર્ણાટકમાં બે પ્લાંટ છે. કેન્દ્રનાં વાણીજય મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે એપ્રિલથી ડીસેમ્બરમાં ભારતમાંથી ઈલેકટ્રોનિકસ ચીજોની નિકાસ 16.67 અબજ ડોલરની હતી જે ગત વર્ષ કરતાં 51.56 ટકા વધુ હતી.